વિદાય સંદેશમાં બોલ્યા જનરલ બિપિન રાવત, `જવાનોના સહયોગથી મળે છે સફળતા`
દેશના પહેલા સીડીએસ બનવા પર અને પડકારોના સવાલ પર આર્મી ચીફે (Army Chief) કહ્યું કે આ ફક્ત એક હોદ્દો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પદ ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોની સફળતા હોઈ શકે નહીં. જનરલ રાવત જો આર્મી ચીફ બને છે તો તેને તમામ વિભાગોનો પૂરેપૂરો સહયોગ મળ્યો.
નવી દિલ્હી: દેશના પહેલા સીડીએસ (CDS) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) આર્મી ચીફ તરીકે આજે નિવૃત્ત થવાના અવસરે પોતાના વિદાય સંદેશમાં ત્રણ વર્ષના કાર્યકાળ અને નવા પડકારો અંગે જણાવ્યું. જનરલ રાવતે સીડીએસના પદને માત્ર એક હોદ્દો ગણાવતા કહ્યું કે સફળતા પાછળ જવાનો અને અધિકારીઓનો સહયોગ હોય છે. વિદાય સંદેશમાં જનરલ રાવતે તમામ સૈન્યકર્મીઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો.
'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...
પહેલા CDS બનવા બદલ બોલ્યા, 'આ હોદ્દો છે'
દેશના પહેલા સીડીએસ બનવા પર અને પડકારોના સવાલ પર આર્મી ચીફે (Army Chief) કહ્યું કે આ ફક્ત એક હોદ્દો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પદ ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોની સફળતા હોઈ શકે નહીં. જનરલ રાવત જો આર્મી ચીફ બને છે તો તેને તમામ વિભાગોનો પૂરેપૂરો સહયોગ મળ્યો. બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે તો જ સફળ થઈશું. જે ટીમ વર્કથી સેના કામ કરે છે તેનાથી અમને સફળતા મળે છે. રાવત એકલા કશું નથી. જનરલ રાવતે તમામ જવાનો અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. 1 જાન્યુઆરી 2020ના રોજ બિપિન રાવત દેશના પહેલા સીડીએસનું પદ સંભાળશે.
જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત
વિદાય સંદેશમાં બધાનો આભાર વ્યક્ત કર્યો
વિદાય સંદેશમાં પહેલા જનરલ રાવતને સાઉથ બ્લોક સ્થિત સેના મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તેમણે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. જનરલ રાવતે આર્મી ચીફ તરીકે તમામ વિભાગોની મુલાકાત કરી અને તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો. મીડિયા સામે નિવેદન આપતા તેઓ થોડા ભાવુક જોવા મળ્યાં. રાવતે દેશની ઉત્તર, પશ્ચિમ, પૂર્વ સરહદો પર મુશ્કેલ હાલતોમાં ડટેલા જવાનોની હિંમતની પ્રશંસા કરી.
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવત, જાણો કેટલું શક્તિશાળી છે આ CDS પદ
ઠંડીમાં પણ ડ્યૂટી નિભાવતા જવાનોને કર્યા યાદ
જનરલ રાવતે મીડિયાને કહ્યું કે તમારા દ્વારા હું મારા તમામ જવાનો અને સૈન્યકર્મીઓનો આભાર માનવા માંગુ છું. બધા વીર માતાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ મોરચે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ડટી રહેલા સેનાના જવાનોને અભિનંદન પાઠવવા માંગુ છું. ઠંડીમાં તૈનાત મારા જવાનનો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું.
2016માં સંભાળી હતી આર્મી ચીફની કમાન
જનરલ બિપિન રાવતે 2016માં આર્મી ચીફનો પદભાર સંભાળ્યો હતો. જનરલ રાવતે પોતાના લાંબા કેરિયરમાં અનેક મહત્વપૂર્ણ મોરચાનું પ્રતિનિધિત્વ કર્યું અને એવોર્ડથી નવાજવામાં આવ્યાં. મૂળ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના તેઓ રહીશ છે અને દેશના પહેલા સીડીએસ પણ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube