અમદાવાદ :નવા આર્મી ચીફ (Indian Army Chief) મનોજ મુકુંદ નરવણે (mukund naravane)એ પોતાની પહેલી કોન્ફરન્સમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, PoK  ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, સરકાર પાસેથી આદેશ મળ્યો તો PoK  પર કાર્યવાહી કરીશુ. તેમણે કહ્યું કે, સંસદે પીઓકેને ભારતનો ભાગ માન્યો છે. આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. આર્મી ચીફે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન સીમા પર એકસાથે નજર રાખવાની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત


સેના પ્રમુખે કહ્યું કે, ભવિષ્યની તૈયારી માટે સારી ટ્રેનિંગની જરૂર છે. ભવિષ્યના યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવું પડશે. આર્મી ચીફે કહ્યું કે, સેના (Indian Army) બદલાવની દિશામાં આગળ ચાલી રહી છે. બદલાવની પ્રોસેસમાં સૌને સાથે લઈને ચાલીશું. તેમણે એમ પણ કહ્યું કે, દેશી સીમા અને સંપ્રભુતાની રક્ષા સેનાનું કર્તવ્ય છે. આપણા જવાન આપણી સૌથી મોટી તાકાત છે.  


કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 21 જેટલા લોકો જીવતા ભૂંજાયા, DNA ટેસ્ટથી થશે મૃતકોની ઓળખ


સેના પ્રમુખે કહ્યું કે, ચીફ ડિફેનસ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ની નિયુક્તિ અને સૈન્ય મામલાના વિભાગના નિર્માણ એકીકરણની દિશામાં આ એક મોટું પગલુ છે અને આપણે આપણા તરફથી એ નક્કી કરી લઈએ કે તે સફળ થાય. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવત દેશના પહેલી સીડીએસ બન્યા છે. તેમણે 1 જાન્યુઆરીના રોજથી સીડીએસનો કાર્યભાર સંભાળ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, જનરલ મનોજ મુકુંદ નરવણેએ 31 ડિસેમ્બરના રોજ ઈન્ડિયન આર્મીના ચીફનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા જનરલ નવરણે ભારતીય સેનાના ઉપાધ્યક્ષના રૂપમાં સેવા આપી રહ્યા હતા. તેઓ દળના પૂર્વી કમાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમની જવાબદારી ભારતની ચીન સાથે અડતી લગભગ 4000 કિલોમીટર સીમાની દેખરેખ કરવાનુ પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....