આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત

નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે.

આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત

કોલકાતા: નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે. વડાપ્રધાન આજે પુર્નનિર્મિત અને નવીનિકરણ કરાયેલા કોલકાતા સ્થિત ચાર ધરોહર ઈમારતો રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદીની મુસાફરી પહેલા શહેરના ઐતિહાસિક હાવડા બ્રિજને રોશનીથી ઝળહળતો કરાયો છે. 

પીએમના પ્રવાસ દરમિયાન બધાની નજર એ વાત પર રહેશે કે તેમની મુલાકાત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) સાથે થશે કે નહીં. કહેવાય છે કે રાજભવનના કાર્યક્રમોમાં તેમની મુલાકાત મમતા બેનરજી સાથે થઈ શકે છે. 

પીએમ મોદી જે ચાર ધરોહરો રાષ્ટ્રને સમર્પિત કરશે તેમાં ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેટકાફ હાઉસ, અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. તેનું નવીનિકરણ કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરાયું છે. અહીં જૂની દીર્ઘાઓને ક્યૂરેટ કરવા ઉપરાંત નવા પ્રદર્શનોની સાથે પ્રતિષ્ઠિત દીર્ઘાઓનું પણ નવીનિકરણ કરાયું છે. 

આ નવીનિકરણ અભ્યાસ દેશના વિભિન્ન મેટ્રો શહેરોમાં પ્રતિષ્ઠિત ઈમારતોની આસપાસ સાંસ્કૃતિક સ્વરૂપ વિક્સિત કરવા માટે મંત્રાલયોની પહેલનો એક ભાગ છે. કોલકાતામાં થયેલી શરૂઆત સાથે હવે તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસીમાં પણ થઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીનો આ પ્રવાસ પણ રાજકીય વિવાદોથી બચી શક્યો નથી. વિવાદ મિલેનિયમ પાર્કના રંગને લઈને થયો જ્યાં પીએમ મોદીનો કાર્યક્રમ થવાનો છે. આ પાર્કનો રંગ બદલીને ભગવો કરી દેવાયો. જેના પર ટીએમસીના કાર્યકરોએ આપત્તિ નોંધાવી છે. ત્યારબાદ તેના પર સફેદ રંગ કરાયો. 

ભાજપ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે
ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી કરી છે. ભાજપના કાર્યકરોને નિર્દેશ અપાયા છે કે પીએમ મોદીના કાર્યક્રમોમાં ભારે સંખ્યામાં ઉપસ્થિત રહે. ભાજપના સાંસદ અર્જૂન સિંહે જણાવ્યું કે જો કે વડાપ્રધાનજીનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બિનરાજકીય છે પરંતુ ભાજપના સાંસદો અને નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 12 જાન્યુઆરીના રોજ સવારે વડાપ્રધાનને મળીને રાજ્યની સ્થિતિની જાણકારી આપશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news