કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 21 જેટલા લોકો જીવતા ભૂંજાયા, DNA ટેસ્ટથી થશે મૃતકોની ઓળખ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં.

કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 21 જેટલા લોકો જીવતા ભૂંજાયા, DNA ટેસ્ટથી થશે મૃતકોની ઓળખ

કન્નૌજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કન્નૌજના ડીએમ અને એસપીને ઘાયલ મુસાફરોના ઉપચાર માટે દરેક શક્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ  પણ ટ્વીટ કરીને આ અકસ્માત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

પીએમ મોદી (PM Modi) એ ટ્વીટ કરીને લખ્યું કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયેલા ભીષણ રોડ અકસ્માત અંગે જાણીને અત્યંત દુ:ખ થયું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યાં. હું મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે જ ઘાયલો જલદી સાજા થાય  તેવી કામના કરું છું.

— Narendra Modi (@narendramodi) January 11, 2020

કહેવાય છે કે બસમાં લગભગ 45 લોકો સવાર હતાં આ અકસ્માતમાં બસમાં લાગેલી આગમાં 21 લોકો માર્યા ગયાં. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે તિર્વા મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમની સારવાર ચાલુ છે. 

અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે ઝી મીડિયાને કહ્યું કે રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપ્યા છે. અકસ્માત ખુબ જ દુ:ખદ છે. શક્ય તમામ મદદના પ્રયત્નો થઈ રહ્યાં છે. અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને બચાવવાની હતી. બસમાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં લેવાઈ છે. ભીષણ આગમાં બળી ચૂકેલા મૃતદેહોની ઓળખ ચાલુ છે. આ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાશે. તપાસ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે. 

યુપી ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું કે બસ-ટ્રકમાંથી કોઈ એકમાં જ્વલનશીલ પદાર્થ હતો જેના કારણે વિસ્ફોટ સાથે આગ લાગી. કાનપુર એડીજી જોન પ્રેમપ્રકાશને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં. 

— ANI UP (@ANINewsUP) January 11, 2020

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ છિબરામઉથી 5 કિમી આગળ જીટી રોડ પર ગ્રામ ધિલોઈ પાસે ધુમ્મસના કારણે આ ભયાનક અકસ્માત થયો. ભીડંતથી ટ્રકની ડીઝલ ટેંક ફાટી ગઈ અને આગ લાગી. જેણે બસને પણ તેની ચપેટમાં લીધી. થોડીવારમાં બસ આગનો ગોળો બની ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્લીપર બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. લગભગ ડઝન જેટલા મુસાફરોએ યેનકેન પ્રકારે કૂદીને પોતાનો જીવ બચાવ્યો. 

જુઓ LIVE TV

અકસ્માત બાદ જીટી રોડ પર ટ્રાફિક ખોરવાઈ ગયો. વાહનોની લાંબી લાઈન લાગી ગઈ. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ આગને કાબુમાં લેવામાં પ્રયત્નો કરવા લાગી હતી. 

જયપુર જઈ રહી હતી બસ
સ્લીપર કોચ બસ ફર્રુખાબાદથી છિબરામઉ થઈને જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક કન્નૌજના બેવરથી કાનપુર જઈ રહી હતી. અકસ્માત લગભગ રાતે 8 વાગે થયો. અકસ્માત કેટલો ભયાનક હશે તે તેના પરથી જ સમજી શકાય કે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે બસમાં આગ લાગતા જ ગેટ અને બારીઓમાંથી લોકો બહાર કૂદી રહ્યાં હતાં. જોત જોતામાં તો વિકરાળ આગના પગલે સૂતા કે પછી ઊંઘવાની તૈયારી કરી રહેલા મુસાફરો બહાર જ ન નીકળી શક્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news