જેટલીને યાદ કરતા ભાવુક થયા અમિત શાહ, મે મુશ્કેલ સમયનો સાથી ગુમાવ્યો
કેન્દ્રીય નાણામંત્રી તરીકે તેમણે દેશમાં અમિટ છાપ છોડી અને વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું શનિવારે નિધન થઇ ગયું. તેમની દિલ્હી એમ્સમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરૂણ જેટલીનાં નિધન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ કહ્યું કે, જેટલીનાં નિધનથી ભાજપનાં તમામ કાર્યકર્તાઓ ખુબ જ દુખી છે. અમિત શાહે કહ્યું કે, જેટલી મુશ્કેલ સમયમાં હંમેશા મારી સાથે ઉભા રહ્યા. જો કે જેટલી વિશે નિવેદન આપતા સમયે શાહ ખુબ જ ભાવુક થઇ ગયા હતા અને તેઓ રડી પડ્યા હતા.
બહેરીનથી PM LIVE: ખુબ ઉંડો આઘાત છુપાવી બેઠો છું, મિત્ર અરૂણ જતો રહ્યો
શાહે કહ્યું કે, જેટલીએ ભારતીય રાજનીતિમાં મહાન કાર્ય કર્યું છે. ઇમરજન્સી દરમિયાન તેઓ 19 મહિના સુધી જેલમાં રહ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટનાં દિગ્ગજ વકીલ હતા. જેટલી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને લડાઇ લડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. જેટલીએ પોતાનાં કાર્યકાળમાં જીએસટીને ખુબ જ કુશળતાપુર્વક લાગુ કર્યું અને નોટબંધીને સફળ બનાવી. તેઓ એક ઉમદા વ્યક્તિ હોવાની સાથે સાથે ઉમદા રાજકારણી પણ હતા.
રાહુલની કાશ્મીર યાત્રા અંગે સત્યપાલ મલિકે કહ્યું અહીં તેમની કોઇ જરૂર નથી
UAE માં RUPAY કાર્ડનું PMના હસ્તે લોન્ચિંગ: બહેરીન માટે રવાના
નાણામંત્રી તરીકેની અમીટ છાટ છોડી ગયા જેટલી
અમિત શાહે કહ્યું કે, મોદી સરકારનાં 2014-19નાં કાર્યકાળ દરમિયાન દેશનાં નાણામંત્રી તરીકે જેટલીએ પોતાની અમિટ છાપ છોડી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગરીબ કલ્યાણની પરિકલ્પનાઓને જમીની સ્તર પર ઉતારીને હિન્દુસ્તાનને વિશ્વની સૌથી ઝડપી ગતિથી આગળ વધનારી અર્થવ્યવસ્થા તરીકે પ્રતિષ્ઠીત કરી.