UAE માં RUPAY કાર્ડનું PMના હસ્તે લોન્ચિંગ: બહેરીન માટે રવાના

વડાપ્રધાન મોદીની યુએઇની એક દિવસીય યાત્રા પર શનિવારે અબુધાબીના બહરીન માટે રવાના થઇ ગયા. વડાપ્રધાન મોદી હાલ સમયે ત્રણેય દેશોની યાત્રા પર છે. અબુધાબી હવાઇ મથક પર પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તેમને વિદા કરવા માટે પહોંચ્યાં. અહીંથી તેઓ બે દિવસે બહેરીન માટે રવાના થયા હતા. બહેરીનની યાત્રા બાદ વડાપ્રધાન મોદી ફ્રાંસ જશે. 
UAE માં RUPAY કાર્ડનું PMના હસ્તે લોન્ચિંગ: બહેરીન માટે રવાના

અબુધાબી : વડાપ્રધાન મોદીની યુએઇની એક દિવસીય યાત્રા પર શનિવારે અબુધાબીના બહરીન માટે રવાના થઇ ગયા. વડાપ્રધાન મોદી હાલ સમયે ત્રણેય દેશોની યાત્રા પર છે. અબુધાબી હવાઇ મથક પર પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તેમને વિદા કરવા માટે પહોંચ્યાં. અહીંથી તેઓ બે દિવસે બહેરીન માટે રવાના થયા હતા. બહેરીનની યાત્રા બાદ વડાપ્રધાન મોદી ફ્રાંસ જશે. 

આ અગાઉ વડાપ્રધાને શુક્રવારે અબુધાબી પહોંચ્યા હતા. શનિવારે તેમને યુએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદ દ્વારા નવાજવામાં આવ્યો. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં શનિવારે રુપે કાર્ડની શરૂઆત કરી અને આ કાર્ડનો ઉપયોગ કરી એક કિલો લાડુ પણ ખરીદ્યા હતા. આ કાર્ડ માસ્ટર કાર્ડ અથવા વીઝા કાર્ડનાં સમકક્ષ ગણાશે. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતનાંરાજદુત નવદીપ સિંહ સુરીએ અમીરાત પેલેસમાં આ કાર્ડનાં લોન્ચિંગ દરમિયાન જેહારાત કરી કે મધ્યપુર્વમા સંયુક્ત આરબ અમીરાત પહેલો એવો દેશ છે જ્યાં રુપે કાર્ડની શરૂઆત કરવામાં આવી. યુએઇમાં આવતા અઠવાડીયાથી રુપેકાર્ડ તમામ વ્યાવસાયીક પ્રતિષ્ઠાનો ખાતે ગ્રાહ્ય હશે. 

મોદીએ પોતાનાં રુપેકાર્ડના ઉપયોગ લોન્ચ દરમિયાન અહીં સ્થાપિત કરવામાં આવેલા એક મોક છપ્પન ભોગ અબુધાબી ખાતેથી લાડુ ખરીદ્યા હતા. સૌથી મહત્વનું છે કે, રૂપે કાર્ડને વૈશ્વિક કાર્ડ બનાવવાનું સ્વપ્ન ધરાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news