રાહુલની કાશ્મીર યાત્રા અંગે સત્યપાલ મલિકે કહ્યું અહીં તેમની કોઇ જરૂર નથી

રાજ્યનાં રાજ્યપાલે કહ્યું કે, સદ્ભાવનાથી રાહુલ ગાંધીને સદ્ભાવનાથી આમંત્રીત કર્યા હતા, પરંતુ તેમણે રાજનીતિ શરૂકરી દીધી

રાહુલની કાશ્મીર યાત્રા અંગે સત્યપાલ મલિકે કહ્યું અહીં તેમની કોઇ જરૂર નથી

શ્રીનગર : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 11 અન્ય વિપક્ષી દળોનાં નેતાઓનું પ્રતિનિધિમંડળ શનિવારે કાશ્મીર પહોંચ્યું હતું. જો કે આ તમામને શ્રીનગર હવાઇમથકથી જ પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા. બીજી તરફ આ મુદ્દે જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકને સવાલ પુછવામાં આવ્યો તો તેમને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર તીખો શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, હાલ રાહુલ ગાંધીની અહીં કોઇ જ જરૂર નથી. તેમની જરૂરિયાત અહીં હતી, જ્યારે તેમને સહયોગી સંસદમાં બોલી રહ્યા હતા. જો તેઓ સ્થિતીને બગાડવા માંગે છે અને અહીં આવીને દિલ્હીમાં તેમના દ્વારા દર્શાવાયેલા અસત્યને દોહરાવવા માંગે છે, તો તે સારુ નથી. 

UAE માં RUPAY કાર્ડનું PMના હસ્તે લોન્ચિંગ: બહેરીન માટે રવાના
રાજ્યનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, મે રાહુલ ગાંધીને સદ્ભાવનાથી આમંત્રીત કર્યા હતા પરંતુ તેમણે રાજનીતિ કરવાનું ચાલુ કરી દીધી. સત્યપાલ મલિકે કહ્યું કે, આ લોકો દ્વારા રાજનીતિક કાર્યવાહી સિવાય કોઇ સારો ભાવ નહોતો. રાજનીતિક પાર્ટિઓમાં આ સમયમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A ને નિષ્પ્રભાવી કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

PM મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાએ કહ્યું 370 ભારતનો આંતરિક મુદ્દો
કોંગ્રેસ નેતાઓની આ યાત્રા પ્રસંગે જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે, તમામ નેતાઓને અપીલ છે કે હવે તેઓ શ્રીનગર આવવાનું ટાળે. તેમના કારણે અહીં લોકોને સમસ્યા પેદા થઇ શકે છે. હજી પણ અહીં અનેક ક્ષેત્રોમાં પ્રતિબંધો છે. બીજી તરફ ભાજપના નેતા નકવીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, પોલિટિકલ પર્યટન બંધ કરવું જોઇએ. જમ્મુ કાશ્મીરમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. તમે અલગતાવાદીઓને ખુશ કરવા માટે દેશનાં હિતોને જોખમમાં મુકી રહ્યા છો. જો કે તેનાંથી રાજકીય ફાયદાને બદલે નુકસાન પહોંચશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news