આનંદો ! લોકડાઉન નહી વધે આગળ, PM સાથે મીટિંગ બાદ CMએ ટ્વીટ કરી ડિલીટ કર્યું
કોરોના વાયરસનાં ખતરાને કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન મુદ્દે ગુરૂવારે મોટા સમાચાર આવ્યા. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ અંગે ચર્ચા કર્યા બાદ અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુએ દાવો કર્યો કે લોકડાઉન 15 એપ્રીલ પરત ખેંચી લેવામાં આવી શકે છે. જો કે ટ્વીટ કર્યાની મિનિટોમાં તેમણે આ ટ્વીટ હટાવી દીધું હતું, અને પછી સ્પષ્ટતા કરી હતી.
અમદાવાદ : કોરોના વાયરસનાં ખતરાને કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન મુદ્દે ગુરૂવારે મોટા સમાચાર આવ્યા. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ અંગે ચર્ચા કર્યા બાદ અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુએ દાવો કર્યો કે લોકડાઉન 15 એપ્રીલ પરત ખેંચી લેવામાં આવી શકે છે. જો કે ટ્વીટ કર્યાની મિનિટોમાં તેમણે આ ટ્વીટ હટાવી દીધું હતું, અને પછી સ્પષ્ટતા કરી હતી.
મજબૂરી : લોકડાઉનમાં 1066 કિમી ચાલીને સુરતની ગરીબ ગર્ભવતી મહિલા લખનઉ પહોંચી
વડાપ્રધાન મોદી સાથે બેઠકનો એક વીડિયો ટ્વીટ કરતા પેમા ખાંડુએ લખ્યું કે, લોકડાઉન 15 એપ્રીલે પુર્ણ થઇ જશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે લોકો રસ્તા પર ફરવા માટે આઝાદ હશે. કોરોના વાયરસની અસર ઘટાડવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી સ્વિકારવી પડશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ તેની સામે લડવા માટેનો ઉપાય છે.
[[{"fid":"258775","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
14 એપ્રિલ સુધી ફેક્ટરી-ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને ટર્મિનેટ નહિ કરી શકાય : અશ્વિનીકુમાર
સ્પષ્ટતા કરી
આ ટ્વીટને ડિલીટ કર્યા બાદ પેમા ખાંડુએ એક વધારે ટ્વીટ કર્યું, જેનું ખંડન કર્યું હતું. નવા ટ્વીટમાં પેમા ખાંડુએ લખ્યું કે, લોકડાઉનનાં સમય મુદ્દે ગત્ત ટ્વીટ એક અધિકારીએ કર્યું હતું, જેની હિંદીની સમજ ખુબ જ લિમિટેડ છે. એટલા માટે ટ્વીટને હટાવી દેવામાં આવ્યું.
વડોદરામાં કોરોનાના મૃતક દર્દીની એવી અંતિમક્રિયા કરી કે અન્ય લોકોને પણ ચેપ લાગે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ અંગે વાત કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસના સંકટ, લોકડાઉન અને હાલની સ્થઇતી અંગે વાત કરવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન મોદીએ કોરોનાં વાયરસનાં મુદ્દે મુખ્યમંત્રી સાથે વાત કરી છે.
રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ
વડાપ્રધાન સાથે ચર્ચા દરમિયાન અનેક રાજ્યોએ પોતાની સમસ્યાઓ ગણાવી હતી. તેમાં અનેક મુખ્યમંત્રીઓએ રાજ્યની બાકી રકમ આપવાની અપીલ કરી, તો કેટલાક લોકોએ લોકડાઉન ખતમ થવાની તારીખ પણ પુછી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન મુદ્દે ક્યાસ લગાવાઇ રહ્યા હતા કે લોકડાઉન આગળ વધી શકે છે. આ દરમિયાન લોકોને ઘરની બહાર નહી નિકળવાનીપરવાનગી નથી. બજાર ઓફીસ બધુ જ બંધ રહેશે, જો કે જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube