વડોદરામાં કોરોનાના મૃતક દર્દીની એવી અંતિમક્રિયા કરી કે અન્ય લોકોને પણ ચેપ લાગે
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) માં આજે સવારે 52 વર્ષના એક પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. કોરોના (Corona virus) સામે લાંબી લડત આપ્યા બાદ વૃદ્ધએ આજે સવારે દમ
તોડ્યો હતો. ત્યારે મોત બાદ તાત્કાલિક તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે, અંતિમ ક્રિયામાં હોસ્પિટલના કર્મચારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી. કર્મચારીઓની આ બેદરકારી અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ લગાવી શકે છે. જોકે, આ વાત વાયુવેગે ફેલાઈ જતા ગુજરાત સરકારે તેની ગંભીર નોંધ લીધી હતી.
ગુજરાતમાં Coronaના 2 એપ્રિલના લેટેસ્ટ અપડેટ, આગામી 4-5 દિવસ ખૂબ મુશ્કેલ ભર્યા છે
સ્મશાનમાં ખુલ્લામાં નાંખ્યા કપડા
વડોદરામા કોરોનાના મૃતક દર્દીની સ્મશાનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. અંતિમ ક્રિય બાદ કર્મચારીઓએ પહેરેલા સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેકીને જતા રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થયેલા કપડા ખુલ્લાંમા પડેલા જોવા મળ્યા હતા. કપડાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ખુલ્લામાં કપડા નાંખી દેવાતા સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ અને ડાધુઓમાં કોરોના ફેલાવવાનો ભય રહેલો છે.
રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ
વડોદરાની ઘટના પર સરકારની પ્રતિક્રિયા
વડોદરામા કોરોનાના દર્દીના મૃત્યુ બાદ અંતિમક્રિયા કરવામાં હોસ્પિટલના કર્મચારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી. કર્મચારી પહેરેલા સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેકી ને જતા રહ્યા હતા. જયંતી રવિએ કહ્યું કે, વડોદરાની ઘટનામાં બાયોમેડીકલ વેસ્ટનો જે રીતે ડિસ્પોઝલ કરવો જોઈએ તેની સૂચના વડોદરાને આપવામાં આવશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. કોરોના વાયરસના દર્દીનું મૃત્યુ થાય તો પોસ્ટ મોર્ટમ કરવામાં આવતું નથી. જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પ્રમાણે જો પોસ્ટમોર્ટમ નીકળવાની સૂચના છે. જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો વાયરસ ફેલાવાની સંભાવનાઓ વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે