રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના પ્રથમ રાજકોટ (Rajkot) ના પોઝિટિવ દર્દીને આપવામાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આજે સવારે કોરોના (Corona virus) થી સાજા થયેલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. દર્દીના બંન્ને રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આજથી 7 દિવસ આ દર્દીને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવશે.
ગુજરાતમાં Coronaના 2 એપ્રિલના લેટેસ્ટ અપડેટ, આગામી 4-5 દિવસ ખૂબ મુશ્કેલ ભર્યા છે
ગુજરાતમાં જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ રિકવરથી થતા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ કેસનો દર્દી સાજો તયો છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા આ શખ્સ ગત ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ, સૂકી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફો થઈ રહી હતી. જેના બાદ ગત 17 તારીખના રોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તારીખ 18ના રોજ તેમનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. તારીખ 19 ના રોજ તેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને આઈસોલેશન વોર્ડમાં રાખી ડોક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી
હતી. ત્યારબાદ અલગ-અલગ 5 રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગત તારીખ 31 અને 1 માર્ચનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના નીકળતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો
વીડિયો કોન્ફરન્સ દ્વારા સાઇકિયાટ્રિસ્ટ દ્વારા તેમની મનોસ્થિતિ પણ ચેક કરવામાં આવી છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોઈ તેમને રજા આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને સિવિલ અધિક્ષક ડોક્ટર મનીષ મહેતાએ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે