નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્લાઝમા બેંકનું ઉદ્ધાટન કર્યું. જે દેશની પહેલવહેલી પ્લાઝમા બેંક છે. તેમણે દિલ્હીના લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ નબળાઈ આવતી નથી. પ્લાઝમા ડોનેટ કરવાની શરતો કડક જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે કહ્યું કે, 'હવે લોકોને પ્લાઝમા માટે માટે વધુ મુસીબતો નહીં આવે. દેશની પહેલી પ્લાઝમા બેંક  ILBS હોસ્પિટલમાં શરૂ થઈ રહી છે. અત્યાર સુધી લોકોને પ્લાઝમા લેવામાં તકલીફ પડી રહી હતી. પરંતુ હવે આશા છે કે બેંક બની જવાથી મુશ્કેલીઓ દૂર થશે. પરંતુ આ પ્લાઝમા બેંક ત્યારે જ સફળ થશે જ્યારે લોકો આગળ આવીને પ્લાઝમા ડોનેટ કરશે.'
 
કેજરીવાલે કહ્યું કે જો તમે કોરોનાથી રિકવર થયા છો અને 14 દિવસ થઈ ગયા હોય તથા તમારી ઉમર 18થી 60 વર્ષની હોય, તમારું વજન 50 કિગ્રાથી વધુ હોય તો તમે કોરોના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કરી શકો છો. જો કે એવી મહિલાઓ કે જે એકવાર પણ માતા બની ગઈ હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકે નહીં. ડાયાબિટિસ, હાઈપરટેન્શનના દર્દીઓ કે પછી બીપી 140થી વધુ હોય, તેઓ પ્લાઝમા આપી શકે નહીં. કેન્સર સર્વાઈવર પ્લાઝમા ન આપી શકે. કિડની, હાર્ટીના દર્દીઓ પણ પ્લાઝમા આપી શકે નહીં. 


દિલ્હીના સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તમે યોગ્યતા ધરાવતા હોવ અને પ્લાઝમા ડોનેટ કરવા માંગતા હોવ તો અમને 1031 પર કોલ કરો. તમે અમને 8800007722 પર વોટ્સએપ કરી શકો છો. અમારા ડોક્ટર તમારી યોગ્યતાની પુષ્ટિ કરવા માટે સંપર્ક કરશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube