નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં રોડ શો દરમિયાન એક વ્યક્તિએ લાફો માર્યો હતો. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક રોડશો દરમિયાન તેમને એક વ્યક્તિએ લાફો માર્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસ લાફો મારનારા વ્યક્તિને કસ્ટડીમાં લઇ લીધા છે. આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો છે. આ અગાઉ પણ તેના પર અનેક વખત હુમલા થઇ ચુક્યા છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં વારાણસી રોડ શો દરમિયાન તેમના પર શ્યાહી ફેંકવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકન સેના પ્રમુખનો દાવો, ટ્રેનિંગ માટે આતંકવાદીઓ કેરળ અને કાશ્મીર ગયા હતા

બીજી તરફ 2016માં છત્રસાલ સ્ટેડિયમમાં એક મહિલાએ કેજરીવાલ પર શ્યાહી ફેંકી હતી. આ અગાઉ પણ 2014માં લોકસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં રોડ શો દરમિયાન કેજરીવાલને એક ઓટો ડ્રાઇવરે લાફો માર્યો હતો. આ અગાઉ પણ કેજરીવાલ પર અનેક વખત હુમલા થઇ ચુક્યા છે.


બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી
સાઉદીમાં કુરાન ટીચર પાસે કરાવાતું હતું 'આ' કામ!, છૂટકારો થતા સુષમા સ્વરાજનો માન્યો આભાર

અરવિંદ કેજરીવાલને લાફો મારનાર વ્યક્તિનું નામ સુરેશ હોવાનું જણાવાઇ રહ્યું છે. જે દિલ્હીનાં જ કૈલાશનગર પાર્ક વિસ્તારનો રહેવાસી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો છે. તેની પુછપરછ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલની ગાડી પર ચઢીને તેને લાફો માર્યા બાદ તે વ્યક્તિને આપ કાર્યકર્તાઓ ખુબ જ માર માર્યો હતો.