નવી દિલ્હી: આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાં રાષ્ટ્રીય રાજકારણમાં એક મુખ્ય કેન્દ્ર તરીકે મમતા બેનર્જી હવે દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષની શરૂઆતમાં દેશમાં ત્રણ મહિલા મુખ્યમંત્રી હતા, પરંતુ હાલની વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જી એકમાત્ર મહિલા મુખ્યમંત્રી રહ્યાં છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે સરકાર સત્તા ગુમાવી ચુક્યા છે ત્યારે સહયોગી ભાજપ સરકાર તરફથી ટેકો પાછો ખેંચી લીધા પછી જુનમાં જમ્મૂ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થાને પ્રભાવિક કરી, ગ્રોથ રેટ ઘટ્યો: રઘુરામ રાજન


1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુકેલા શીલા દીક્ષિતે કહ્યું કે, મારી સાથેની તમામ મહિલા મુખ્યમંત્રીએ ચૂંટણી જીતી લીધી અને પછી તેઓ હારી ગઇ. એકવાર તમે હારી જાઓ, તો તમારે હટવું પડે છે. હું ખુશ છું કે મમતા બેનર્જી બંગાળના મુખ્યમંત્રી છે અને વિરોધ પક્ષના ભાગરૂપે, તેઓ તે સમયે તમામ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે જ્યારે તેઓ આગામી ચૂંટણીઓમાં ભૂમિકા ભજવશે.


વધુમાં વાંચો: ચર્ચાસ્પદ ફોટોઃ જ્યારે ફઈબા વસુંધરાએ ભત્રીજા જ્યોતિરાદિત્યને લગાવ્યો ગળે...


મમતા પશ્ચિમ બંગાળની આઠમી મુખ્યમંત્રી છે અને તેઓ 2011થી આ પદ પર છે. મમતા તેમના ઉત્સાહી ભાષણ અને રાજકીય કુશળતા માટે જાણીતા છે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સંસદીય દળના નેતા ડેરેક ઓ બ્રોયને મમતા બેનર્જીની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, તેમણે ઐતિહાસિત 26 દિવસોની ભૂખ હડતાલ સહિત દાયકાઓથી લોકોના મુદ્દાને લઇ સંધર્ષ કર્યો છે. તેઓ સાત વખત સાંસદ રહ્યાં, ત્રણ વખત કેબિનેટ મંત્રી બન્યા અને બે વાર મુખ્યમંત્રી બન્યા છે. તેમનો સાહસ, પ્રતિબદ્ધતાઓ અને ઉપલબ્ધિઓ તેમનું પ્રમાણપત્ર છે.


છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની શપથ, રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા


મમતા બેનર્જીનું રાજિકીય પ્રતિદ્વંદ્વી પણ તેમને પહેલા એક નેતા તરીકે જોવે છે અને ત્યાર બાદ એક મહિલાના રૂપમાં જોવે છે. સીપીઆઈ (એમ) પોલિટ બ્યુરોના એકમાત્ર મહિલા સદસ્ય બૃંદા કરાતે કહ્યું કે મમતાના શાસનમાં મહિલાઓને ફાયદો થયો નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...