CAA, કિસાન આંદોલન, ચીન... લોકસભામાં ઓવૈસીના નિશાને સરકાર, PM મોદી પર કર્યો કટાક્ષ
અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ સંસદમાં સીએએ (CAA) નો પણ ઉલ્લેખ કર્યો. ઓવૈસીએ કહ્યુ કે, દેશમાં આંદોલન થતા રહેશે અને સરકાર નાગરિકતા સંશોધન કાયદાના નિયમ બનાવસે, ત્યારબાદ અમે લોકો રસ્તા પર ઉતરીશું.
નવી દિલ્હીઃ હૈદારાબાદ (Hyderabad) થી લોકસભા સાંસદ અને એઆઈએમઆઈએમ (AIMIM) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પર નિશાન સાધતા કહ્યુ કે, મોદી જી વઝીર એ આઝમ છે, જ્યાં તૈયારીનો યુગ પૂરો થયો છે.' ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા ઓવૈસીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંદોલનજીવી અને પરજીવી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો પરંતુ તેમાં ખોટુ શું છે અને આંદોલન થતા રહેશે. તેમણે તે પણ કહ્યું, હું એક આંદોલનજીવી છું. અને ખુલીને બોલી રહ્યો છું.
આંદોલન પર સરકારનો ઘેરાવ
ઓવૈસીએ સંસદમાં કિસાન આંદોલન (Farmer's Protest) ને લઈને પણ પોતાની વાત રાખી હતી. આ દરમિયાન ઓવૈસીએ એક શેર વાંચતા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. ઓવૈસીએ કહ્યુ, 'નવા કૃષિ કાયદામાં 'કાળુ' તે છે કે કૃષિ રાજ્યોનો વિષય છે અને આ સંઘવાદની વિરુદ્ધ છે.' સરકારે પોતાના અહંકારને પાછળ રાખી આ ત્રણેય કાયદાને પરત લેવા જોઈએ.
આ પણ વાંચોઃ Loksabha: ભગવાન રામ અને અલ્લાહને લઈને ફારૂક અબ્દુલ્લાએ સંસદમાં કહી આ વાત
આંદોલન થતા રહેશે
અસદુદ્દીન ઓવૌસીએ લોકસભામાં સીએએ (CAA) નો પણ ઉલ્લેખ કર્યો. ઓવૈસીએ કહ્યુ કે, દેશમાં આંદોલન થતા રહેશે અને સરકાર નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના નિયમ બનાવશે, ત્યારબાદ અમે બીજીવાર રસ્તા પર ઉતરશું. કેન્દ્ર સરકારને ઘેરતા તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ચીન વિરુદ્ધ એક શબ્દ બોલી રહી નથી અને પ્રધાનમંત્રી પોતાના જવાબમાં ચીનનું નામ લઈને વાત રાખવી જોઈએ.
ઓવૈસીએ અરૂણાચલ પ્રદેશમાં ઘુષણખોરીનો પણ ઉલ્લેખ કર્યો. ઓવૈસીએ દાવો કર્યો કે ચીન બીજીવાર ભારતીય સૈનિકો પર હુમલો કરી શકે છે. તેવામાં આપણી શું તૈયારી છે.
આ પણ વાંચોઃ સંસદથી લઈ ફેસબુક હેડ ક્વાર્ટરમાં જોવા મળ્યો PMનો ઈમોશનલ અવતાર
અસદુદ્દીન ઓવૈસીએ મંગળવાકે લોકસભામાં ચીનનો ઉલ્લેખ કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. તેમણે દાવો કર્યો કે, 20 જવાનો શહીદ થયા, તે વિસ્તારમાં ભારતના જવાન પીપી4 અને પીપી8 સુધી પેટ્રોલિંગ નથી કરી શકતા. આજે અરૂણાચલ પ્રદેશમાં ભારતની સરહદમાં ચીને ગામ વસાવી લીધુ. આ સરકાર ચીન સાથે કડક શબ્દોમાં વાત નથી કરતા. તેમણે આગળ કહ્યું, સિક્કિમમાં ચીન ઘુસી રહ્યું છે. આખરે શું ડર છે સરકારને, પ્રધાનમંત્રી ચીનનું નામ લેવાથી કેમ ડરે છે. હું આશા કરુ છું કે પીએમ જ્યારે અભિભાષણ પર જવાબ આપશે તો ચીનનું નામ લેવાની હિંમત દેખાડશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube