જોધપુર: રાજસ્થાનની જોધપુર જેલ (Jodhpur) માં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ (Asaram) ની તબિયત અચાનક લથડી છે. તબિયત લથડ્યા બાદ શરૂઆતમાં આશારામને જેલ ડિસ્પેન્સરીમાં સારવાર અપાઈ અને ત્યારબાદ આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આસારામને છાતીમાં દુ:ખાવો બાદ પહેલા મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH) અને ત્યારબાદ મથુરાદાર માથુર હોસ્પિટલના સીસીયુમાં દાખલ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસારામે બતાવે આ પરેશાની
જોધપુર જેલ (Jodhpur Jail) માં બંધ આસારામે (Asaram)  મંગળવારે રાતે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. ત્યારબાદ જેલ હોસ્પિટલમાં જ આસારામનો ઈસીજી કરવામાં આવ્યો અને ચેસ્ટ એક્સરે કાઢવામાં આવ્યો. જેલ સૂત્રોના જણાવ્યાં મુજબ રિપોર્ટ નોર્મલ આવ્યો. આસારામે ડોક્ટરોને પ્રોસ્ટેટ, શ્વાસ લેવામાં તકલીફ અને ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આસારામની તબિયત બગડ્યા બાદ એમજીએચ હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરાયો. જેવા આસારામના સમર્થકોને આ વાતની જાણ થઈ કે જેલની બહાર ભેગા થવા લાગ્યા. સમર્થકોની ભીડ કાબૂમાં કરવા માટે પોલીસે ફોર્સ તૈનાત કરી. 


Gujarat નું આ રેલવે સ્ટેશન ખુબ ચર્ચામાં, રેલવે મંત્રીએ Video શેર કરીને કહ્યું- આ હોટલ છે કે રેલવે સ્ટેશન? 


હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડ
MGH માં કાર્ડિયોલોજી વિભાગ ન હોવાના કારણે બાદમાં આસારામ (Asaram) ને MDM માં દાખલ કરાયા. આસારામને MDM લાવવની સૂચના બાદ અહીં મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થવા લાગ્યા. જો કે પોલીસે અહીંથી પણ તેમને પાછા મોકલી દીધા. શારીરિક શોષણ મામલે ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટમાં આસારામ કેસની સુનાવણી થવાની હતી પરંતુ વકીલ કોર્ટમાં હાજર રહી શક્યા નહી. વકીલોની ભલામણ પર સુનાવણી ટાળવામાં આવી. કોર્ટ હવે આસારામની અરજી પર 8 માર્ચના રોજ સુનાવણી કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube