આ 5 મજબૂત કારણોના લીધે આસારામ સાબિત થયા દોષી!
પોક્સો એક્તમાં ફેરફાર બાદ બુધવારે (25 એપ્રિલ)ના રોજ જોધપુર કોર્ટ આસારામના વિરૂદ્ધ સગીરા સાથે જાતિય શોષણના મામલે ચૂકાદો સંભળાવી દીધો છે. વિશેષ ન્યાયાધીશે મધુસૂધન શર્માના મામલે સુનાવણી કરતાં આસારામને દોષી ગણાવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
જોધપુર: પોક્સો એક્તમાં ફેરફાર બાદ બુધવારે (25 એપ્રિલ)ના રોજ જોધપુર કોર્ટ આસારામના વિરૂદ્ધ સગીરા સાથે જાતિય શોષણના મામલે ચૂકાદો સંભળાવી દીધો છે. વિશેષ ન્યાયાધીશે મધુસૂધન શર્માના મામલે સુનાવણી કરતાં આસારામને દોષી ગણાવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાંજ સુધી આસારામને 10 વર્ષની આજીવન કારાવાસની સજા સંભળાવી શકે છે.
કોર્ટે માન્યું કે આસારામ છે બળાત્કારી, જાણો આ કાંડમાં ક્યારે શું થયું હતું
આસારામ દોષિત હોવાનું નક્કી કર્યું
ચૂકાદા પહેલાં જ આસારામ દોષી હોવાનું નક્કી ગણવામાં આવી રહ્યું હતું. આમ એટલા માટે છે કારણ કે પીડિતાએ 27 દિવસ લાંબી પૂછપરછમાં 94 પાનાના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન પીડિતા ના તો ડરી અને ના તો તેણે એકવાર પણ પોતાનું નિવેદન પલટ્યું. આ મામલે ફરિયાદીપક્ષની કહાણીનો સહારો આપનાર કૃપાલસિંહની પણ હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ આસારામ પર જ લાગ્યો હતો. કૃપાલસિંહના મોત બાદ એ વાતને બળ મળી રહ્યું હતું કે આસારામ દોષી છે અને બચાવ માટે સાક્ષીઓની હત્યા કરાવી રહ્યું છે.
આસારામ પર ગંભીર આરોપ છે
ઉલ્લેખનીય છે કે ભારતમાં જ્યારે મામલો લોકોની આસ્થા સાથે જોડાયેલો હોય છે તો અપરાધ ગંભીર ગણવામાં આવે છે. આ સાથે કિશોરીને જે વ્યક્તિના સંરક્ષણમાં રાખવામાં આવે છે અને તેજ તેનો રેપ કરે છે તો મામલો વધુ સંગીન બની જાય છે. એટલા માટે આસારામનું આરોપી થવું પહેલાંથી જ નક્કી ગણવામાં આવી રહ્યું હતું.
પીડિતાના પિતાએ માંગ્યા હતા 50 કરોડ
તમને જણાવી દઇએ કે 2008માં કોર્ટમાં આસારામના વકીલે પીડિતાના પિતા પર 50 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો. જોકે વકીલ કોર્ટમાં આ વાતને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
જેલમાં જ રહેશે આસારામ!
આસારામ વિરૂદ્ધ પોક્સો એક્ટ 2010 હેઠળ કેદ દાખલ કરવામાંન આવ્યો હતો. જે સમયે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં હતો ત્યારે પીડિતાની ઉંમર 17 વર્ષની હતી. ત્યારબાદ તેના પર ધ ક્રિમિનલ લો અમેંડમેંટ 2013માં બળાત્કારની પરિભાષામાં ફેરફાર થયા અને તેમના પર 367 કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. આ બધી કલમો એવી છે, જેમાં 10 વર્ષની સજા થવી નક્કી છે. કેટલાક કેસમાં ઉંમરકેદ પણ થઇ શકે છે.