ગેહલોત કેબિનેટે ત્રીજીવાર રાજ્યપાલને મોકલ્યો પ્રસ્તાવ, 31 જુલાઈ સુધી સત્ર બોલાવવાની વ્યક્ત કરી ઈચ્છા
વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે મંગળવારે કેબિનેટની બેઠક બાદ જાણકારી આપી કે કોંગ્રેસ તરફથી એકવાર ફરી વિધાનસભા સત્ર બોલાવવાને લઈને પત્ર રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યો છે.
જયપુરઃ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એકવાર ફરી ગેહલોત કેબિનેટ તરફથી રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવા માટે સંશોધિત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ત્રીજીવાર મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં રાજ્યપાલના સવાલોના જવાબ પણ મોકલવામાં આવ્યા છે. આ સાથે તેમણે 31 જુલાઈએ સત્ર બોલાવવાનો આગ્રહ કર્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાજ્યપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા બિંદુઓ પર પ્રશ્નોને લઈને કેબિનેટની આ બેઠક બોલાવવામાં આવી હતી. અશોક ગેહલોતની અધ્યક્ષતામાં સીએમ આવાસ પર થયેલી આ બેઠકમાં રાજ્યપાલના વિરોધ પર મંથન કરી બીજીવાર તેમને સંશોધિત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. બેઠક પૂરી થયા બાદ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા પર મીડિયાને વિસ્તૃત જાણકારી આપી હતી.
ખાચરિયાવાસે જણાવ્યું કે, રાજ્યપાલને મોકલ્યો પત્ર
મંત્રી ખાચરિયાવાસે કહ્યું કે, કોંગ્રેસ તરફથી વધુ એકવાર વિધાનસભા સત્ર બોલાવવાને લઈને પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. બે કલાક ચાલેલી આ બેઠક વિશે મંત્રી ખાચરિયાવાસે જણાવ્યું કે, બેઠકમાં વિધાસભા સત્ બોલાવવાના સંશોધિત પત્ર પર રાજ્યપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ચર્ચા થઈ હતી. સાથે અમે રાજ્યપાલને સંશોધિત પ્રસ્તાવ મોકલીને 31 જુલાઈ સુધી સત્ર શરૂ કરવાની માગ રાખી છે.
29 જુલાઈએ અંબાલા પહોંચશે રાફેલ, એરફોર્સ બેઝની આસપાસ કલમ 144 લાગૂ
નથી ઈચ્છતા રાજ્યપાલ સાથે ટકરાવઃ ખાચરિયાવાસ
બેઠક બાદ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ કે, અમે રાજ્યપાલની સાથે કોઈ ટકરાવ ઈચ્છતા નથી તે અમારા પરિવારના મુખિયા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી વિધાનસભા સત્ર બોલાવવા માટે સંશોધિત પ્રસ્તાવને એકવાર ફરી રાજભવન મોકલવામાં આવશે. હવે રાજ્યપાલે નક્કી કરવાનું છે કે તે દરેક રાજસ્થાનની ભાવનાને સમજે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube