રાજસ્થાન ચૂંટણી 2018 : અશોક ગેહલોત બનશે CM, સચિન પાયલોટ Dy CM
રાજસ્થાનમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો ખુશીનો માહોલ છવાયો છે. જોકે નવા સીએમને લઇને અનુભવ અને યુવાન વચ્ચે ખેંચતાણ થતાં કોંગ્રેસ મોવડીઓ દ્વિધામાં મુકાયા હતા. જોકે છેવટે અનુભવની જીત થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસ મોવડીઓએ છેવટે અશોક ગેહલોતને નવા મુખ્યમંત્રી બનશે અને સચિન પાયલોટ ઉપ મુખ્યમંત્રી બનશે.
નવી દિલ્હી : રાજસ્થાનમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો ખુશીનો માહોલ છવાયો છે. જોકે નવા સીએમને લઇને અનુભવ અને યુવાન વચ્ચે ખેંચતાણ થતાં કોંગ્રેસ મોવડીઓ દ્વિધામાં મુકાયા હતા. જોકે છેવટે અનુભવની જીત થઇ હોવાની વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસ મોવડીઓએ છેવટે અશોક ગેહલોતને નવા મુખ્યમંત્રી બનશે અને યુવા સચિન પાયલોટ ઉપ મુખ્યમંત્રી બનશે.
રાજસ્થાનમાં ભાજપને પછાડી જીત મેળવ્યા બાદ નવા સીએમ માટે કોંગ્રેસનો બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. છેવટે આજે કોંગ્રેસ નેતા કેસી વેણુંગોપાલે સાંજે સવા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરી સીએમ અને ડેપ્યૂટી સીએમના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ અને મોવડી મંડળે છેવટે સીએમ તરીકે અશોક ગેહલોત પર પસંદગી ઉતારી છે. ડેપ્યૂટી સીએમ તરીકે સચિન પાયલોટની પસંદગી કરવામાં આવી છે.
આ પ્રસંગે મતદારો અને પાર્ટીનો આભાર વ્યક્ત કરતાં અશોક ગેહલોતે કહ્યું કે, સીએમ તરીકે ફરીથી મારી પસંદગી કરવામાં આવી છે એ માટે પાર્ટીનો આભાર માનું છું. અમારી સરકાર અગાઉ કરેલા વચનો પૂરા કરશે. સચિન પાયલોટે રાજ્યની જનતાનો આભાર માનતાં કહ્યું કે, જનતાનો આભાર વ્યક્ત કરૂ છું કે, અમને સ્પષ્ટ બહુમતીની સરકાર આપી છે. અમે પ્રજાલક્ષી કાર્યો કરી બતાવીશું.
રાજસ્થાન : જીત બાદ CM પદ કોંગ્રેસ માટે બન્યું સમરાંગણ
વધું માં તેમણે કહ્યું કે, અમે જે મહેનત કરી એનું આ સારૂ પરિણામ આવ્યું છે. અમારી સરકાર વિકાસની સાથે આમ લોકોની ચિંતા કરનારી સરકાર હશે.