ઇસ્લામાબાદ : બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા અશરફ બલોચે (Ashraf Baloch) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  (Narendra modi)  તેમના જન્મદિવસે આગ્રહ કર્યો છે કે તેઓ તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર બલૂચિસ્તાનમાં (Balochistan) થઇ રહેલા અત્યાચારોનો મુદ્દો ઉઠાવે. અશરફ બલૂચે (Ashraf Baloch) ટ્વીટર પર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) જીને જન્મદિવસની શુભકામનાઓ. કૃપા કરીને બલુચિસ્તાનના (Balochistan) શોષિત લોકોને ન ભુલો. મુક લોકોનો અવાજ બનો. સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વના તમામ મંચો પર બલૂચિસ્તાનનો (Balochistan) મુદ્દો ઉઠાવો. બલૂચો પણ માણસ છે અને તેમને પણ પોતાની જમીન પર આઝાદ રહેવાનો અધિકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત નિવેદન બાદ દિગ્ગી વિરુદ્ધ હિંદુઓમાં ભભુક્યો રોષ, મંદિરમાં એન્ટ્રી બંધ
ટ્વીટમાં તેણે એક નાનકડો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં બે બાળકો ઝંડો પકડીને ઉભા છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યું છે, જીતેગા સારા ઇન્ડિયા.... એક અન્ય બલૂચ નેતા નવાજ બ્રહ્મદાગે કહ્યું કે, પાકિસ્તાનને કાશ્મીર અને અફઘાનિસ્તાન પર કબ્જો કરવાનું સપનું બંધ કરી દેવું જોઇએ. 


નાસિક રેલી: PM મોદીએ કહ્યું, રામ મંદિર અંગે કેટલાક વાણીશુરાઓ બકવાસ કરી રહ્યા છે
જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ
તેમણે કહ્યું કે, પાકિસ્તાનને કાશ્મીર અને અફઘાનિસ્તાન પર કબ્જો કરવાનું સપનું જોવાનું બંધ કરી દેવું જોઇે. તેના બદલે ઇસ્લામાબાદે પોતાની જમીન પર બલૂચિસ્તાન, સિંધ અને પશ્તૂનિસ્તાન પર ફોકસ કરવું જોઇએ, જ્યાં પાકિસ્તાની સેના 70 વર્ષોથી શોષણ કરી રહી છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની વિરુદ્ધ હાલમાં જ એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાની સેનાની વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી.