વિવાદિત નિવેદન બાદ દિગ્ગી વિરુદ્ધ હિંદુઓમાં ભભુક્યો રોષ, મંદિરમાં એન્ટ્રી બંધ

ભોપાલના મંદિરો બહાર પોસ્ટરો લગાવીને દિગ્વિજય સિંહનો વિરોધ, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ

વિવાદિત નિવેદન બાદ દિગ્ગી વિરુદ્ધ હિંદુઓમાં ભભુક્યો રોષ, મંદિરમાં એન્ટ્રી બંધ

ભોપાલ : મંદિરમાં રેપના નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની ચોતરફથી ટીકા થઇ રહી છે. મધ્યપ્રદેશના ભોપાલમાં તેમની નિવેદનની ટીકા કરતા મંદિરોની બહાર દિગ્વિજયની વિરુદ્ધ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. જેમાં તેને મંદિરમાં નહી પ્રવેશવાનો ઉલ્લેખ પણ કરેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહે દુરાચાર મુદ્દે ભગવાધારીઓ સંડોવાયેલા હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ દિગ્ગીએ પોતાનાં નિવેદન અંગે બેકફુટ પર આવતા પોતાનાં નિવેદન અંગે સ્પષ્ટતાકરવી પડી હતી.

ભોપાલના પરશુરામ મંદિરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું કે, હિંદુ ધર્મનો એક જ પુકાર, હિંદુ ધર્મ વિરોધી દિગ્વિજય રહે મંદિરની બહાર. તેના માટે મંદિરોનાં દરવાજા રહે બંધ. મંદિરના પુજારી પંડિત મોહન દુબેએ કહ્યું કે, આ અંગે મને સવારે જ જાણવા મળ્યું, મીડિયાના લોકો મારી પાસે આવ્યા. આ પ્રકારના પોસ્ટર મંદિરમાં ન લગાવવા જોઇએ, આ પોસ્ટર લગાવવા માટે ચાર રસ્તાઓ અને માર્ગ પર અનેક સ્થળો છે. જો કે દિગ્વિજયે પણ જે ટીપ્પણી કરી તે તદ્દન ખોટી છે. 

અયોધ્યા કેસ : વકીલને શ્રાપ આપનારને CJI  પુછ્યું, તમે 88 વર્ષના છો, તમે આવું કેમ કર્યું?
ભગવા વસ્ત્રો પહેરીને દુષ્કર્મ થઇ રહ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં મંગળવારે યોજાયેલા એક સંત સમાગમ દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું કે, ભગવા પહેરીને કેટલાક લોકો ચૂરણ વેચી રહ્યા છે. ભગવા વસ્ત્રો પહેરીને બળાત્કાર થઇ રહ્યા છે. મંદિરોમાં બળાત્કાર થઇ રહ્યા છે. આવા કૃત્યોને માફ કરી શકાય નહી. દિગ્વિજયનાં નિવેદન બાદ ભાજપ ઉશ્કેરાઇ ગઇ હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિગ્વિજયનું હવે કોંગ્રેસમાં પણ કોઇ સાંભળતું નથી. 

આ એક વાઈરલ તસવીર... જેણે UPના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચાવી દીધો, જાણો સમગ્ર વિગતો
દિગ્વિજયે કરી સ્પષ્ટતા
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, હિંદુ સંત સમુદાય આપણા સનાતન ધર્મની આસ્થાનું પ્રતિક છે, માટે તેમની પાસે ઉચ્ચતમ આચરણની અપેક્ષા છે. જો કોઇ સંતોના વેશમાં ખોટુ આચરણ કરે છે તો તેની વિરુદ્ધ અવાજ ઉઠવો જોઇએ. સનાતન ધર્મ કે જેનું હું પોતે પણ પાલન કરુ છું, તેના સંરક્ષણની જવાબદારી પણ આપણી જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news