આઈઝોલ/ગુવાહાટી: આસામ અને મિઝોરમના લોકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા બાદ બંને રાજ્યોની સરહદો પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે મિઝોરમના કોલાસિબ અને આસામના કછાર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિઝોરના ગૃહમંત્રી લલચામલિયાનાએ કહ્યું કે હાલાતની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા આજે બંને રાજ્યો સાથે થનારી બેઠકની અધ્યક્ષતા કરશે. તેમણે કહ્યું કે બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવ હાજર રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ હિંસા પ્રભાવિત વિસ્તાર મિઝોરમના વેરેંગતે ગામ પાસે અને આસામના લૈલાપુરમાં સીઆરપીએફ સહિત સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. 


Corona Virus: જે વાતનો સરકાર સતત ઈન્કાર કરતી હતી તેના પર પહેલીવાર બોલ્યા સ્વાસ્થ્યમંત્રી


કલમ 144 લાગુ
મિઝોરમના કોલાસિબ જિલ્લાનું વેરંગતે ગામ રાજ્યનો ઉત્તર ભાગ છે જ્યાંથી પસાર થતો રાષ્ટ્રીય રાજમાર્ગ 306 આસામને આ રાજ્ય સાથે જોડે છે. આ બાજુ આસામના કછાર જિલ્લાનું લૈલાપુર તેનું સૌથી નીકટનું ગામ છે. કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એચ લલ્થલંગલિયાનાએ કહ્યું કે શનિવારે સાંજે લાકડી-ડંડા લઈ આસામના કેટલાક લોકોએ સરહદી ગામના  બહારના વિસ્તારમાં આવેલા ઓટોરિક્ષા સ્ટેન્ડની પાસે કથિત રીતે એક સમૂહ પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ વેરેંગતે ગામના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. તેમણે કહ્યું કે વિસ્તારમાં કલમ 144 લાગુ હોવા છતાં વેરેંગતે ગામની ગુસ્સે ભરાયેલી ભીડે નેશનલ હાઈવે પર લગભગ 20 અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનોને આગ લગાવી દીધી. જે લૈલાપુર ગામના લોકોની હતી. 


ડીસીપીએ કહ્યું કે કલાકો સુધી ચાલેલા આ ઘર્ષણમાં મિઝોરમના ચાર લોકો સહિત અનેક લોકો ઘાયલ થયા. ઘર્ષણમાં ઘાયલ એક વ્યક્તિને કોલાસિબ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના ગળામાં ઊંડો ઘા હોવાના કારણે તેની સ્થિતિ નાજૂક છે. જ્યારે ત્રણ લોકોની સારવાર વેરેંગતા ગામના જનસ્વાસ્થ્ય કેન્દ્રમાં કરાઈ છે. પોલીસના જણાવ્યાં મુજબ એક ઘાયલને આસામના સિલચર મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube