નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે દેશના 17 રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી અને લોકસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું, જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર કરાયું હતું. દેશના 17 રાજ્યની 51 સીટમાં ભાજપનો 15 અને તેના એનડીએ ગઠબંધનનો 21 સીટ પર વિજય થયો છે. યુપીએને 13 સીટ પર વિજય મળ્યો છે. આ ઉપરાંત, 17 સીટપર અન્ય સ્થાનિક પક્ષોનો વિજય થયો છે. ભાજપે સૌથી વધુ 7 સીટ ઉત્તર પ્રદેશમાં જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા પેટા ચૂંટણી
બિહારમાં ખાલી પડેલી લોકસભાની સમસ્તીપુર બેઠકનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જન શક્તિના ઉમેદવારનો વિજય થયો હતો. બીજી એક બેઠક મહારાષ્ટ્રમાં સતારાની ખાલી થઈ હતી. આ બેઠક એનસીપીએ ભાજપ પાસેથી છીનવી લીધી છે. 


51 વિધાનસભા સીટની પેટાચૂંટણી પરિણામ 2019.....  


અસમમાં ભાજપને 3 સીટ
આસામની રાતાબારી, રંગાપાર અને સોનારી સીટ ભાજપે જીતી છે, જ્યારે જાનિયા સીટ પર ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થયો છે. 


મેઘાલયઃ 
મેઘાલયની શેલ્લા સીટ પર યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના બલજીત કુપરના પ્રતીકે અપક્ષ ઉમેદવાર કૃપા મેરી કર્પુરીને 6221 વોટથી હરાવ્યો છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 : 161 સીટ સાથે ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી મોટો પક્ષ


બિહારમાં ઓવેસીની પાર્ટીએ ખોલાવ્યું ખાતું 
બિહારમાં વિધાનસભાની 5 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય જનતા દલ 2, જનતા દળ યુનાઈટેડ-1, ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લેમિનને 1 અને અપક્ષને એક સીટ મળી છે. ભાજપ પાસે કોઈ સીટ ન હતી, પરંતુ તેના સાથી પક્ષ જદ(યુ)ની પાસે પાંચમાંથી 4 સીટ હતી. તેનો એક જ સીટ પર વિજય થતાં 3 સીટનું નુકસાન થયું છે. બિહારમાં સૌથી ચોંકાવનારું પરિણામ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને મળેલો વિજય છે. કિશનગંજ વિધાનસભા સીટ પર ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર કમરૂલ હોદાએ ભાજપની સ્વીટી સિંહને 10,204 વોટથી હરાવી છે. 


મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભાજપને એકપણ સીટ નહીં 
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી અને બંનેમાથી એક પણ સીટ પર ભાજપને વિજય મળ્યો નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાંતુલાલ ભૂરિયાએ ઝાબુઆ સીટ પર ભાજપના ભાનુ ભૂરિયાને 27 હજાર વોટથી હાર આપી છે. છત્તીસગઢની ચિત્રાકોટ સીટ પર કોંગ્રેસના રાજમન વેંજમે ભાજપના લચ્છુ રામ કશ્યપને 17 હજાર વોટના અંતરથી પરાજય આપ્યો છે. 


હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019: 40 સીટ સાથે ભાજપ સૌથી મોટો પક્ષ


હિમાચલમાં બંને સીટ પર ભાજપ
હિમાચલ પ્રદેશની ધર્મશાલા અને પચ્છાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પચ્છાદ બેઠક પર ભાજપની રીના કશ્યપે કોંગ્રેસના પૂર્વ મંત્રી ગંગુ રામ મુસાફરને અને ધર્મશાલામાં ભાજપના વિશેલ નેહરિયાએ પાર્ટીના વિદ્રોહી નેતા રાકેશ કુમારને પરાજય આપ્યો છે. 


અરૂણાચલ પ્રદેશ
અહીં યોજાયેલી એક સીટની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. 


મહારાષ્ટ્ર અને હરિયાણાની રાજ્યની જનતાને અભિનંદનઃ પીએમ મોદી


પંજાબમાં કોંગ્રેસે ત્રણ સીટ જીતી
પંજારમાં કુલ 4 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ-શિરોમણિ અકાલી દળના ગઠબંધને 1-1 સીટ ગુમાવી છે. કોંગ્રેસે અહીં 3 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે અગાઉ તેની પાસે અહીં માત્ર 1 જ સીટ હતી. એક સીટ શિરોમણી અકાલી દળના ઉમેદવારે જીતી છે. 


રાજસ્થાનમાં કોંગ્રેસ અને એનસીપીનો વિજય 
રાજસ્થાનની મંડાવા વિધાનસભા સીટ પર કોંગ્રેસની રાટી ચૌધરીએ ભાજપના સુશીલા સીગડાને હરાવ્યા છે. આ સીટ અગાઉ ભાજપ પાસે હતી. ખીંવરસર સીટ પર રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નારાયણ બેનીવાલે કોંગ્રેસના હરેન્દ્ર મિર્ધાને 4,630 વોટથી હરાવ્યા છે. 


Assembly Election Results 2019 : મહારાષ્ટ્ર+હરિયાણા બંને રાજ્યમાં BJP બનાવશે સરકારઃ અમિત શાહ


કેરળમાં કોંગ્રેસને 2 
કેરલમાં યોજાયેલી 5 સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે 2 સીટ પર વિજય મેળવ્યો છે. આ ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના 2 ઉમેદવાર અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો 1 ઉમેદવાર વિજયી બન્યો છે. 


ઓડિશા
અહીં બિજેપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં બીજુ જનતા દળના રીતા સાહુએ ભાજપના સનત કુમાર ગડતિઆને 97,990 વોટથી પરાજય આપ્યો છે. ઓડિશા વિધાનસભાના ઈતિહાસમાં વિજયનું અત્યાર સુધીનું સૌથી મોટું અંતર છે. આ સાથે જ 147ની વિધાનસભામાં બીજદની 113 સીટ થઈ ગઈ છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


પોડ્ડુચેરી 
પોડ્ડુચેરીમાં કામરાજ નગરની સીટ પર કોંગ્રેસના નેતા એ. જોનકુમારે ઓલ ઈન્ડિયા એઆર કોંગ્રેસના ભુવનેશ્વરનને 7170 વોટથી હરાવ્યો છે.


ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત
 
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને 3-3
ગુજરાતમાં 6 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાંથી થરાદ, લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડી એમ ચાર સીટ ભાજપ પાસે હતી. વર્તમાન પેટાચૂંટણીમાં કોંગ્રેસે થરાડ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ભાજપનો લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડી બેઠક પર વિજય થયો છે. કોંગ્રેસે થરાદ ઉપરાંત રાધનપુર અને બાયડની બેઠક પણ જીતી લીધી છે. 


હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


તેલંગાણા
અહીં એક સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ વિજય મેળવ્યો છે. આ સીટ કોંગ્રેસ પાસે હતી. 


સિક્કિમમાં ભાજપને 2 સીટ મળી 
સિક્કિમમાં 3 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપે મારમત રુમટેક અને ગંગટોક સીટ પર કબ્જો કર્યો છે. જ્યારે કામરાંગ સીટ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ જીતી છે. 


તમિલનાડુ
અહીંની બંને સીટ અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીએ જીતી લીધી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....