મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 : 161 સીટ સાથે ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી મોટો પક્ષ
રાજ્યમાં ભાજપને 25.7 ટકા મત મળ્યા છે, 16.70 ટકા વોટશેર સાથે રાજ્યમાં એનસીપી બીજા નંબરની પાર્ટી બની છે. શિવસેનાને 16.40 ટકા વોટ મળ્યા છે અને ત્યાર પછી કોંગ્રેસને 15.8 ટકા વોટ મળ્યા છે. અપક્ષ ઉમેદવારોનો કુલ વોટ શેર 18.6 ટકા છે. અન્ય પાર્ટીઓનો વોટ શેર 1થી 2 ટકા રહ્યો છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019નું પરિણામ લગભગ આવી ગયું છે. રાત્રે 9 કલાકના આંકડા અનુસાર 161 સીટ સાથે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બન્યું છે. એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. 13 અપક્ષ ઉમેદવાર પણ જીત્યા છે. આ ઉપરાંત અન્ય નાના પક્ષો એક-બે સીટ પર વિજયી બન્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બનશે એ બાબત સ્પષ્ટ બની ગઈ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યમાં ભાજપને 25.7 ટકા મત મળ્યા છે, 16.70 ટકા વોટશેર સાથે રાજ્યમાં એનસીપી બીજા નંબરની પાર્ટી બની છે. શિવસેનાને 16.40 ટકા વોટ મળ્યા છે અને ત્યાર પછી કોંગ્રેસને 15.8 ટકા વોટ મળ્યા છે. અપક્ષ ઉમેદવારોનો કુલ વોટ શેર 18.6 ટકા છે. અન્ય પાર્ટીઓનો વોટ શેર 1થી 2 ટકા રહ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019
પાર્ટી આગળ વિજય કુલ
ભાજપ 10 95 105
શિવસેના 01 55 56
એનસીપી 05 49 54
કોંગ્રેસ 09 35 44
અપક્ષ 01 12 13
અન્ય પક્ષ 02 14 16
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 122 બેઠકો મળી હતી જ્યારે શિવસેનાને 61 બેઠકો મળી હતી. કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો મળી હતી.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની સુપુત્રી પંકજા મુંડેનો પારલી સીટ પર પરાજય થયો છે. પંકજાને તેના જ પિતરાઈ ભાઈ એનસીપીના ધનંજય મુંડેએ હરાવી છે. ઠાકરે પરિવારના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરેનો મુંબઈની વર્લી સીટ પર વિજય થયો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર વિજય થયો છે.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી.
ફડણવીસને પત્રકારોએ પુછ્યું કે, શું તેઓ શિવસેનાનો મુખ્યમંત્રી સ્વીકાર કરશે? આ અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે હજુ કશું કહી શકાય એમ નથી. અમે સાથે બેસીને વાતચીત કરીએ ત્યાર પછી જ નક્કી થશે. ફડણવીસે જણાવ્યું કે, સતારા લોકસભા ચીટ પર પેટાચૂંટણીમાં ભાજપના પરાજયની તેઓ સમીક્ષા કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, વર્તમાન સરકારના છ મંત્રી શા માટે હારી ગયા છે. તેમણે કહ્યું કે, આ તમામ મુદ્દે આવતીકાલે વાતચીત થશે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે