કૃષિ કાયદા પાછો ખેંચવાનો PM મોદીનો માસ્ટર સ્ટ્રોક, આ છે તેના 5 મોટા રાજકીય અર્થ
પીએમ મોદીએ શુક્રવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ આ નિર્ણય કેમ લીધો તેની પાછળનો રાજકીય અર્થ સમજવો ખુબ જ જરૂરી છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીથી પહેલા ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા છે. મોદી સરકારનું કહેવું છે કે, ખેડૂત હિતમાં કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ દેશના હિતમાં તેને પરત લેવામાં આવ્યો છે. જો કે, સરકારના નિર્ણય બાદ પણ વિપક્ષ પ્રહારો કરી રહ્યા છે. તેથી આની પાછળના રાજકીય દાવને સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે, આ નિર્ણયની સીધી અસર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર થવાની છે.
ચૂંટણી દાવ 1
આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પગલાથી ભાજપ પશ્ચિમ યુપી સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જાટ સમુદાયને ભાજપની બહુ મોટી વોટ બેંક માનવામાં આવે છે, તેથી પીએમ મોદીના આ નિર્ણયને જાટ વોટ બેંક સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે. ભાજપને છેલ્લી ચૂંટણીમાં જાટ વોટનો ફાયદો થયો હતો.
કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત
ચૂંટણી દાવ 2
સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ સૌપ્રથમ પંજાબમાં શરૂ થયો હતો. પંજાબના ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. પંજાબમાં આવતા વર્ષે પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદીએ આ માસ્ટર સ્ટ્રોકથી પંજાબને સાધવાનો પ્રયાસ કર્યો છે.
PM મોદીએ કરી 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત, વાંચો તેમના ભાષણની 10 મોટી વાતો
ચૂંટણી દાવ 3
પીએમનો આ દાવ પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD) ની નિકટતા પણ વધારશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ સાથે આવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપના નેતાઓની મુશ્કેલી ઓછી થશે. કૃષિ કાયદાઓને કારણે ભાજપના નેતાઓ પંજાબમાં પ્રચાર કરી શક્યા ન હતા.
PM Modi UP Visit: 3 દિવસના યુપી પ્રવાસ પર પીએમ મોદી, આજે આપશે કરોડોની ભેટ
ચૂંટણી દાવ 4
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભાજપને હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં પણ ઘણું નુકસાન થયું હતું. ખેડૂતોના આંદોલનને કારણે ભાજપ પેટાચૂંટણી હારી ગયું.
PM Modi Address Nation: પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ
ચૂંટણી દાવ 5
હિમાચલ પ્રદેશમાં પણ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, તેથી સરકારના આ નિર્ણયથી ખેડૂતોની નારાજગી ઓછી થશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ગુરુ પરબના દિવસે પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાઓ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમએ કહ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કૃષિ અધિનિયમને પાછો ખેંચવા માટે બંધારણીય સુધારો બિલ લાવવામાં આવશે. તેમજ ખેડૂતોને આંદોલન પાછું ખેંચવા અપીલ કરી હતી.
હિન્દીને હથિયાર બનાવી ભારતમાં નફરત ફેલાવવા માંગે છે જિનપિંગ, આવી છે ચીનની તૈયારી
ખેડૂત આંદોલનનું શું થશે?
ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે જ્યાં સુધી MSP એક્ટ લાગુ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!
કોંગ્રેસે કહ્યું- હારનો ડર
પ્રધાનમંત્રીના નિર્ણય પર કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં હારના ડરથી સરકારે આ નિર્ણય લીધો છે અને કહ્યું કે અન્નદાતાએ ઘમંડનું માથું ઝુકાવી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube