PM મોદીએ કરી 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત, વાંચો તેમના ભાષણની 10 મોટી વાતો

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મોટી જાહેરાત કરાત નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ને રદ કરવાની જાહેરાત કરી છે.

Updated By: Nov 19, 2021, 11:29 AM IST
PM મોદીએ કરી 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત, વાંચો તેમના ભાષણની 10 મોટી વાતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુક્રવારે પ્રકાશ પર્વના દિવસે રાષ્ટ્રને સંબોધન (PM Narendra Modi Address Nation) કરતા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હશે, ખેડૂતો હશે, કૃષિ વૈજ્ઞાનિકો હશે, કૃષિ અર્થશાસ્ત્રીઓ હશે.

વાંચો પીએમ મોદીના ભાષણથી જોડાયેલી 10 મોટી વાતો
1. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે, આજે હું તમને, સમગ્ર દેશને જણાવવા માટે આવ્યું છે કે, અમે ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદ સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાને Repeal કરવાની બંધારણીય પ્રક્રિયાને પૂર્ણ કરીશું.

PM Modi UP Visit: 3 દિવસના યુપી પ્રવાસ પર પીએમ મોદી, આજે આપશે કરોડોની ભેટ

2. પીએમએ કહ્યું કે, આટલી પવિત્ર વાત, સંપૂર્ણ રીતથી શુદ્ધ, ખેડૂતોના હિતની વાત, અમે ઘણા પ્રયાસો કર્યા પરંતુ કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. કૃષિ અર્થશાસ્ત્રિઓએ, વૈજ્ઞાનિકોએ, પ્રગતિશલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાનું મહત્વ સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો.

3. પીએમએ કહ્યું કે, અમારી સરકાર, ખેડૂતોના કલ્યાણ માટે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામ ગરીબના ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ સત્ય નિષ્ઠાથી ખેડૂતો પ્રત્યે સમર્પણ ભાવથી, નેક નીયતથી આ કાયદો લઇને આવ્યા હતા.

4. પીએમએ કહ્યું કે, આજે જ સરકારે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં જીરો બજેટ ખેતી એટલે કે, પ્રાકૃતિક ખેતી પર ભાર આપવા માટે દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતથી બદલવાની દિશામાં કામ કરવામાં આવશે.

PM Modi Address Nation: પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ

5. પીએમ મોદીએ કહ્યું, 'સારી ગુણવત્તાના બિયારણ ઉપરાંત, સરકારે ખેડૂતોને નીમ કોટેડ યુરિયા, સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ જેવી સુવિધાઓ સાથે પણ જોડ્યા છે. ખેડૂતોને તેમની મહેનતના બદલામાં તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા હતા. દેશે તેનું Rural market infrastructure મજબૂત કર્યું છે.

6. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતે બદલવા માટે, એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓ હશે.

7. પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદ સત્રમાં અમે આ ત્રણ કૃષિય કાયદાને Repeal કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.

હિન્દીને હથિયાર બનાવી ભારતમાં નફરત ફેલાવવા માંગે છે જિનપિંગ, આવી છે ચીનની તૈયારી

8. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશના ખુણે-ખુણે અનેક ખેડૂતોએ સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું. હું આજ તે તમામનો ખુબ જ આભારી છું.

9. અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામ ગરીબના ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ સત્ય નિષ્ઠાથી, ખેડૂતો પ્રતિ સમર્પણ ભાવથી, સારી નીયતથી આ કાયદો લઈને આવી હતી.

10. પીએમએ કહ્યું કે, તેમના પાંચ દાયદાના જીવનમાં ખેડૂતોના પડકારને ખુબ જ નજીકથી જોયા છે. જ્યારે દેશે અમને 2014 માં પ્રધાનસેવક તરીકે સેવા કરવાની તક આપી તો અમે કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube