દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી. દિલ્હીની 70 સીટો પર ક્યારે મતદાન થશે તથા ચૂંટણીની દરેક વિગત ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી. દિલ્હીમાં એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતોની ગણતરી 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણીની અંતિમ મતદાર યાદી મુજબ કુલ 1,55,24,858 મતદારો છે. જેમાં 83.49 લાખ પુરુષો અને 71.14  લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 1261 થર્ડ જેન્ડર મતદારો છે. આ વખતે ચૂંટણીમાં 2.08 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. દિલ્હી વિધાનસભાની 70 સીટોમાંથી 50 જનરલ અને 12 એસસી સીટો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 36 મેજિકલ નંબરની જરૂર પડશે. 


દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 સુધીનો છે. દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પોતાના 70 સીટો પર ઉમેદવારો મેદાનમાં ઉતારી નાખ્યા છે. ત્યારબાદ કોંગ્રેસે ત્રણ યાદી દ્વારા અત્યાર સુધીમાં 48 ઉમેદવારોની જાહેરાત કરી  લીધી છે. જ્યારે ભાજપે પહેલી યાદી દ્વારા પોતાના 29 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે એક કે બે દિવસમાં તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે.