નવી દિલ્હી: 4 રાજ્યો અને 1 કેંદ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે. ચૂંટણી પંચ (Election Commission) આસામ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, કેરલ અને પુડુચેરીમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરશે, અને સાંજ સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે જ એ સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે પુરી કરી તૈયારીઓ
રવિવારે થનારી મતગણતરી માટે ચૂંટણે પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાઉન્ટિંગ દરમિયાન તમામને કોવિડ 19 મહામારીથી બચવા માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે એક રૂમમાં મતગણતરી માટે 7 ટેબલની પરવાનગી આપી છે. જ્યારે તે પહેલાં આ સંખ્યા 14 હતી. અધિકારીઓના અનુસાર, વધુ સંખ્યામાં ટેબલ ત્યાં લગાવવામાં આવશે જ્યાં જગ્યાનો અભાવ નથી. 

CMS સામે ઘૂંટણીયે પડી યુવક રીતસર કગરતો રહ્યો-કહ્યું, સાહેબ...મારા પિતાને ઓક્સિજન આપો'


કોરોના રિપોર્ટ બતાવ્યા પછી ઉમેદવારોને એન્ટ્રી
અધિકારીઓએ જણાવ્યું કે 'મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવશે. દરેક મતગણતરી કેંદ્રને ઓછામાં ઓછા 15 વાર સેનેટૈઝ કરવાનું કામ કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું સખત પાલન કરવાની સાથે જ એકત્ર કરવા પર પ્રતિબંધ રહેશે. ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિને કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ અથવા રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર બતાવતા જ મતગણતરી કેંદ્રની અંદર અપ્રવેશ મળશે. 

Maharashtra: થોડા દિવસોની રાહત ફરી કોરોના ગ્રાફમાં આવ્યો ઉછાળો, 1 દિવસમાં 802ના મોત
 
બંગાળમાં CRPF ની 256 કંપનીઓ તૈનાત
આ સાથે જ પશ્વિમ બંગાળ (West Bengal) માં 108 મતગણતરી કેંદ્રો પર સુરક્ષાની ત્રિલેયર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીન વીવીપેટને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું કે 23 જિલ્લામાં ફેલાયેલા મતગણતરી કેંદ્રો પર ઓછામાં ઓછા 292 સુપરવાઇઝર અને સીઆરપીએફની 256 કંપનીઓને ગોઠવવામાં આવી છે. 

અમદાવાદની 8 જોડી ટ્રેનો આગળની સૂચના સુધી તો તેજસ એક્સપ્રેસ આ તારીખ સુધી રહેશે રદ


કેરલમાં સત્તારૂઢ ગઠબંધનની જીતનું અનુમાન
કેરલમાં 140 વિધાનસભા સીટો પર યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, તેમની કેબિટના 11 સભ્યો, વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમ્મન ચાંડી, ભાજપના રાજ્ય એકમ પ્રમુખ કે. સુરેંદ્રન, મેટ્રોમેન ઇ.શ્રીધરન અને પૂર્વ કેંદ્રીય મંત્રી જે અલફોંસ સહિત 957 ઉમેદવારો મેદાનમાં છે. તમામ એક્ઝિટ પોલ અને ચૂંટણીના પૂર્વાનુમાનમાં સત્તારૂઢ ગઠબંધન માટે જીતનું અનુમાન છે. પરંતુ વિપક્ષી યૂડીએફએ આશા છોડી દીધી છે. 


પોડીચેંરીમાં 1782 સુરક્ષાકર્મીઓ તૈનાત
કેંદ્ર શાસિત પ્રદેશ પોડીચેરી માટે પૂર્વ મુખ્યમંત્રી એન રંગાસ્વામી નીત ઓલ ઇન્ડીયા એનઆર કોંગ્રેસ-ભાજપ ગઠબંધન અને કોંગ્રેસ-દ્રમુક ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. એક્ઝિટ પોલમાં રંગાસ્વામી નીત મોરચાની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશમાં વોટોની ગણતરી માટે 1382 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે લગભગ 400 પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત રહેશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube