પશુપાલકોને બખ્ખાં! 2 ગાય ખરીદવા પર 80 હજાર રૂપિયાની સહાય, જાણો શું છે સરકારનો પ્લાન?
પશુપાલકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે સાહિવાલ, થરપારકર, ગીર અને અન્ય રાજ્યોની હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદનારા ગાયપાલકો દ્વારા પરિવહન, પરિવહન વીમો અને પશુ વીમા સહિત અન્ય વસ્તુઓ પર ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર મળશે.
ઝી બ્યુરો/નવી દિલ્હી: ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે નંદ બાબા દૂધ મિશન હેઠળ મુખ્ય મંત્રી સ્વદેશી ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે. આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
કીવની પાસે હવામાં ટકરાયા બે લડાકૂ વિમાન, યૂક્રેનના ત્રણ સૈન્ય પાયલોટોના મોત
નોટિફિકેશન અનુસાર, સરકારે સાહિવાલ, થરપારકર, ગીર અને અન્ય રાજ્યોમાંથી હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્ઝિટ ઈન્સ્યોરન્સ અને પશુ ઈન્સ્યોરન્સ પર ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર મળશે. આના આધારે કુલ ખર્ચની રકમના 40 ટકા એટલે કે 80 હજાર રૂપિયા સુધીની રકમ ગૌપાલકોને આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના રાજ્યના 18 વિભાગીય મુખ્યાલયોના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. આ પછી તેને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ કર્મીને મારી દીધી થપ્પડ
અન્ય રાજ્યમાંથી દેશી ગાયની ખરીદી છે ફરજિયાત
અધિક મુખ્ય સચિવ પશુપાલન ડો.રજનીશ દુબેએ જણાવ્યું હતું કે નંદ બાબા મિશન અંતર્ગત મુખ્યમંત્રી સ્વદેશી ગૌ સંવર્ધન યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં દેશી અદ્યતન ઓલાદની ગાયોની સંખ્યા અને સંવર્ધન વધારવાનો છે, જેથી રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં વધારો થશે. સાથે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને મહિલાઓને પશુપાલન દ્વારા રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વધારવાનો અને તેને રાષ્ટ્રીય સરેરાશ દૂધની ઉપલબ્ધતાના સ્તરે લઈ જવાનો ઉદ્દેશ્ય છે.
મુંબઈમાં એક હોટલમાં આગ લાગતા હડકંપ, ત્રણ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત
મિલ્ક કમિશનર અને મિશન ડાયરેક્ટર શશિ ભૂષણ લાલ સુશીલે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે ગાય પાલક માટે અન્ય રાજ્યોમાંથી સ્વદેશી અદ્યતન જાતિની ગાયો ખરીદવી ફરજિયાત છે. આ માટે મુખ્ય વિકાસ અધિકારી દ્વારા લાભાર્થીને અન્ય રાજ્યમાંથી દેશી ઓલાદની ગાય ખરીદવા માટે પરવાનગી પત્ર આપવામાં આવશે. આ કારણે તેને ગાયોના પરિવહનમાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ ગાયોનો 3 વર્ષ માટે પશુપાલક દ્વારા એકસાથે પશુ વીમો મેળવવો જરૂરી છે. સાથે અન્ય રાજ્યોમાંથી તમારા રાજ્યમાં લાવવા માટે પરિવહન વીમો મેળવવો ફરજિયાત છે.
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
મહિલા દૂધ ઉત્પાદકોની આ યોજનામાં આપવામાં આવશે પ્રાધાન્ય
યોજના હેઠળ લાભાર્થીને ગાયની ખરીદી, તેના પરિવહન, પશુ પરિવહન વીમો, 3 વર્ષનો પશુ વીમો, ઘાસચારો કાપવા માટેના મશીનની ખરીદી અને ગાયોની જાળવણી માટે શેડના બાંધકામ પર સબસિડી આપવામાં આવશે. વિભાગ વતી આ તમામ વસ્તુઓમાં દેશી ઓલાદની બે ગાય માટે ગાયના ઉછેરનો ખર્ચ 2 લાખ રૂપિયા ગણવામાં આવ્યો છે. આમાંથી 40 ટકા એટલે કે મહત્તમ 80 હજાર રૂપિયા ગૌપાલકોને સબસિડી તરીકે આપવામાં આવશે.
Jio નો સસ્તો પણ જોરદાર પ્લાન, 84 દિવસ સુધી દરરોજ 3GB ડેટા, સાથે Jio TV, Jio Cinema
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે ગાય ઉછેર માટે પૂરતી જગ્યા હોવી જોઈએ, તેમજ તેમની પાસે પહેલાથી 2થી વધુ દેશી અદ્યતન ઓલાદની ગાયો ન હોવી જોઈએ. આ યોજના હેઠળ 50 ટકા મહિલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને પ્રાધાન્ય આપવામાં આવશે, જ્યારે અન્ય કેટેગરીના 50 ટકા લાભાર્થીઓને સામેલ કરવામાં આવશે.
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા