Ukraine War: કીવની પાસે હવામાં ટકરાયા બે લડાકૂ વિમાન, યૂક્રેનના ત્રણ સૈન્ય પાયલોટોના મોત

Pilots Training: આ ઘટના પર દુખ વ્યક્ત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ સૈન્ય પાયલોટમાં યુક્રેનના આર્મી ઓફિસર એન્ડ્રી પિલશ્ચિકોવનો પણ સમાવેશ થાય છે. જેમણે સંપૂર્ણ સમર્પણ સાથે દેશની સેવા કરી.

Ukraine War: કીવની પાસે હવામાં ટકરાયા બે લડાકૂ વિમાન, યૂક્રેનના ત્રણ સૈન્ય પાયલોટોના મોત

Ukraine aircraft collided: બે યુક્રેનિયન ફાઇટર જેટ કિવ નજીક હવામાં અથડાયા હતા. જેમાં યુક્રેનના ત્રણ સૈન્ય પાયલોટના મોત થયા છે. યુક્રેન તેના એરમેનને યુએસ તરફથી મળતા F-16 ફાઈટર જેટને ઉડાવવા માટે તાલીમ આપવા માટે એક મોટી કવાયતની તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીની ઝડપમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુક્રેનની રાજધાની કિવ પાસે બે L-39 ટ્રેનિંગ એરક્રાફ્ટ હવામાં અથડાતાં ત્રણ યુક્રેનિયન પાઇલોટ્સનું દુઃખદ મોત થયું હતું.

યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝિતોમીર ક્ષેત્રમાં શુક્રવારે ક્રેશ થયું હતું. જે રાજધાની કિવની પશ્ચિમે છે. યુક્રેન તેના પાઇલોટ્સને પશ્ચિમ તરફથી મળતા F-16 ફાઇટર જેટને ઉડાવવાની તાલીમ આપી રહ્યું છે. એવામાં ત્રણ પાયલટોનું મોત યુક્રેન માટે મોટો ઝટકો છે.

આ ઘટના પર દુખ વ્યક્ત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ સૈન્ય પાયલોટમાં યુક્રેનના આર્મી ઓફિસર એન્ડ્રી પિલશ્ચિકોવનો પણ સમાવેશ થાય છે. જેમણે સંપૂર્ણ સમર્પણ સાથે દેશની સેવા કરી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પશ્ચિમી દેશો પાસેથી મળેલા 61 F-16 ફાઈટર જેટને ઉડાવવા માટે યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા પર ભાર મૂકે છે.

પાયલોટના મૃત્યુને ન પુરી શકાય તેવી ખોટ ગણાવી
યુક્રેનની વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તે બધા માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. અકસ્માતના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. એરફોર્સના જણાવ્યા અનુસાર મૃતકોમાં જ્યૂસનું હુલામણું નામ પાયલોટ પણ સામેલ છે. જેમણે વિદેશી મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ બંને દેશોની સેનાઓ એકબીજા પર હુમલો કરી રહી છે. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ યુક્રેનની સેનાએ પશ્ચિમી દેશોની સૈન્ય મદદ લઈને રશિયા સામે પોતાની જાતને મજબૂત બનાવી છે. આનું પરિણામ એ આવ્યું છે કે યુદ્ધમાં યુક્રેન છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયા પર છવાયેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news