પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ ( Atal Bihari Vajpayee Death Anniversary) છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પણ તેમને યાદ કર્યાં. પીએમ મોદીએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે `અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને આપણા રાષ્ટ્રની પ્રગતિના પ્રયત્નોને યાદ રાખશે.` આ વીડિયો 1.49 સેકન્ડનો છે.
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee Death Anniversary)ની આજે બીજી પુણ્યતિથિ છે. ત્યારે દિલ્હી સ્થિત અટલ સમાધિ સ્મારક પર અટલ સમાધિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ, 2018ના રોજ અટલબિહારી વાજપેયીનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. 2015માં અટલજીને ભારતના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વાજપેયીના નિધન બાદ દિલ્હીમાં તેમના નામ પર અટલ સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પણ તેમને યાદ કર્યાં. પીએમ મોદીએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે 'અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને આપણા રાષ્ટ્રની પ્રગતિના પ્રયત્નોને યાદ રાખશે.' આ વીડિયો 1.49 સેકન્ડનો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube