Umesh Pal Case: ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા માફિયા અતીક અહેમદનું કામ નક્કી થઈ ગયું છે. તેણે જેલમાં ભેંસોને નવડાવવી, ઝાડુ મારવા, ઢોરની સંભાળ રાખવા સહિત સુથારનું કામ પણ કરવાનું રહેશે. આ સિવાય તેને જેલમાં જ ખેતીનું કામ પણ કરવું પડશે. આ કામો માટે તેને રોજના 25 રૂપિયા રોજના વેતન તરીકે મળશે. આ પ્રકારના એક સમાચાર વાયરલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે વાયરસ સમાચારનું સત્ય 
જે અંગે ZEE 24 કલાકે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ સમાચાર તદ્દન ખોટા છે. અતિક અહેમદ હાઈ સિક્યોરિટી બેરેકમાં બંધ છે. અને જાડું મારવું , ભેંસો નવડાવવાના કામ ઓપન જેલમાં રહેતા કેદીઓ પૂરતા હોય છે. 

અતિક અહેમદ હાઈ સિક્યોરીટી બેરેકમાં બંધ, જેલમાં કામ સોંપવા ફરજ નથી પડાતી - જેલ અધિકારી
હાલમાં ગેંગસ્ટર અતિક અહેમદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ છે. ત્યારે હાઈ સિક્યુરિટી બેરેકમાં તેને રાખવામાં આવેલા કેદી નંબર ડ/17052 થી ઓળખાતો અતિક અહેમદ ને જેલ નિયમોનુસાર કોઈપણ કામ તેને આપવામાં આવ્યું નથી


સાબરમતી મધ્યસ્થ જેલ અધિકારી જે એસ ચાવડા ને આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે અતિક અહેમદના હાલમાં કોઈ કામ સોંપાયું નથી. જેલના નિયમો અનુસાર કોઈપણ કેદીને કામ કરવા અંગે ફરજ પાડી શકાતી નથી સાથોસાથ સિનિયર સિટીઝન ને પણ કોઈ કામ સોપાતું નથી. જો કેદી સ્વૈચ્છિક રીતે સ્કિલ ધરાવતો હોય તો તે ઉદ્યોગમાં તેને કામ કરવા માટે પૂછવામાં આવે છે.


અધિક અહેમદ હાલમાં સાબરમતી મધ્યસ્થ જેલની ખાઈ સિક્યુરિટી બેરેકમાં બંધ હોવાથી તેને કોઈપણ કામ સોંપાતું નથી જોકે સીરીયલ બ્લાસ્ટ જેવા ગંભીર ગુના માં બંધ કેદીઓને પણ સાબરમતી જેલમાં કામ કરાવવામાં આવતું નથી.


કેદી નંબર 17052, અતીક અહેમદ ઉમેશ પાલ અપહરણ કેસમાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અતીકનું ખાતું જેલની બેંકમાં ખોલવામાં આવ્યું છે. તેને મળતું દૈનિક વેતન તે જ ખાતામાં જમા કરવામાં આવશે. અતીકને જેલમાં રહેવા માટે બે જોડી કપડાં આપવામાં આવ્યા છે. આ કપડાંમાં સફેદ રંગનો કુર્તા-પાયજામા, કેપ અને ગમછાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: Sextortion શું છે? કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે, 5 વર્ષની સજાની છે જોગવાઈ
આ પણ વાંચો: જો કોઈ તમારો પીછો કરે તો તમારી પાસે છે શું છે કાયદાનું શસ્ત્ર, આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો: જાહેર હિતની અરજી શું છે? તે ક્યારે અને કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે, જાણી લો A to Z


અતીક અહેમદ, જે વ્યભિચારી જીવન જીવતો હતો, તે આ દિવસોમાં જેલમાં રોટલી ખાઈ રહ્યા છે. તેને જેલમાં ભોજન તરીકે રોટલી, દાળ અને ચોખા આપવામાં આવી રહ્યા છે. તેની બેરેક બદલી દેવામાં આવી છે અને હવે તેને સજા કાપી ચૂકેલા કેદીઓની બેરેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.


ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની MPMLA કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જો કે આ કેસમાં 7 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.


આજીવન કેદની સજા
કોર્ટે અતીક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. 


આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: વાત વિદેશની નથી, લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઇ છે ડ્રાયફ્રૂટ
આ પણ વાંચો: Health Tips: ભોજન સાથે સલાડમાં લીલા મરચાં ખાવા કેટલા યોગ્ય? જાણો શું કહે છે રિસર્ચ


3 આરોપી દોષિત જાહેર, 7 છૂટી ગયા
ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ સહિત કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજે કોર્ટમાં 10 આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જેમાંથી 3ને દોષિત ઠેરવવામાં આવ્યા. જ્યારે કોર્ટે 7ને છોડી મૂક્યા. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ અહમદ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને અઝાઝ અખ્તરને છોડી મૂક્યા છે. જ્યારે એક આરોપી અંસાર અહમદનું મોત નિપજ્યું છે. 


જાણો કેસની વિગતો....
વર્ષ 2005ની વાત છે. જ્યારે બસપા વિધાયક રાજુ પાલની જાહેરમાં ગોળીઓથી વીંધીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાજુપાલ, તેમની પત્ની પૂજા પાલ અને ઉમેશ પાલ બસપામાં હતા. ત્યારે અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ સમાજવાદી પાર્ટીમાં હતા. વર્ષ 2004માં અતીક અહમદ યુપીની ફૂલપુર લોકસભા બેઠકથી સમાજવાદીની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યો હતો. તે પહેલા તે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી એમએલએ ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ તેના સાંસદ બનતા જ સીટ ખાલી થઈ અને થોડા દિવસો બાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ સીટ પર સપાએ સાંસદ અતીક અહમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો. જ્યારે ચૂંટણીમાં બસપાથી રાજુ પાલને ટિકિટ મળી હતી. ચૂંટણી થઈ તો રાજુ પાલે અતીક અહમદના  ભાઈ  અશરફને હરાવી દીધો અને વિધાયક બની ગયા. અતીક અને તેનો પરિવાર હાર પચાવી શક્યા નહીં અને 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી નાખવામાં આવી.


આ પણ વાંચો: શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા
આ પણ વાંચો: કાકા-કાકીએ ખેતરમાં કર્યું આ કામ, કોઈએ છૂપાઈને VIDEO રેકોર્ડ કરી કર્યો વાયરલ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube