Atiq Ahmad Killed: અતીક-અશરફની હત્યાનું પાકિસ્તાન સાથે કનેક્શન છે? સોપારી કિલિંગની આશંકા
Atiq Ahmed Shot Dead: અતીક અહેમદનું સામ્રાજ્ય 40 વર્ષથી વધુ જૂનું હતું, તેના તમામ નેતાઓ અને મોટા લોકો સાથે સંબંધો હતા. શક્ય છે કે રહસ્ય ખુલી જવાના ડરથી બંનેની હત્યા કરવામાં આવી હોય.
Atiq Ahmed Shot Dead: અતીક અહેમદ યુપીમાં રહીને દેશના વિવિધ વિસ્તારોમાં પોતાની માફિયાગીરી કરતો હતો. મોટા મોટા બિલ્ડરો, મોટા નેતાઓ અને દરેક મોટા માથાઓ સાથે અતીકની કોઈકને કોઈક રીતે સંડોવણી હતી. ખંડણી ઉઘરાવવી અને ધાકધમકીથી લોકોના પૈસા પડાવી લેવાં એ તો અતીકના જુના કામો છે. અતીક આ જ રીતે લગભગ 4દ વર્ષથી યુપીમાં પોતાના સામ્રાજ્ય ચલાવતો હતો. જોકે, શનિવારની રાત તેના માટે અંતિમ રાત બનીને આવી. શનિવારે રાતે પ્રયાગરાજમાં પોલીસની હાજરીમાં જ હુમલાખોરો દ્વારા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરી દેવામાં આવી.
આ પણ ખાસ વાંચોઃ ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા આ પણ ખાસ વાંચોઃ નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો? આ પણ ખાસ વાંચોઃ ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો
ઉલ્લેખનીય છેકે, હુમલાખોરોએ ગોળી બાર કરીને અતીક અને તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધાં. ત્યાર બાદ તુરંત જ ત્રણેય હુમલાખોરોએ પોતાના હથિયાર ફેંકીને પોલીસ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કરી દીધું .અતીક અને અશરફને રાત્રે લગભગ 10.30 વાગ્યે ગોળી વાગી હતી જ્યારે બંનેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્રણ હુમલાખોરો કે જેઓ મીડિયા કર્મીઓ તરીકે આવ્યા હતા તેઓએ બંને પર ગોળીઓ ચલાવી હતી. હત્યાના આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હવે ખુલાસો થયો છે કે પાકિસ્તાન સાથે પણ હત્યાના તાર જોડાયેલાં હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને શંકા છે કે એક ગેંગ પાકિસ્તાનથી હથિયાર ખરીદે છે. અતીક સાથે કોઈ અંગત દુશ્મની નહોતી. હત્યા પાછળ સોપારી કિલિંગ પણ કારણભૂત હોઈ શકે છે.
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન
કોણ છે અતીક-અશરફના હત્યારા?
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણેય આરોપી પ્રયાગરાજની બહારના છે. અતીક-અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની સિંહ કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું જણાવ્યું હતું. પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે.
આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે?
જોકે માફિયા અતીક અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ યુપી પોલીસની કામગીરી, કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. અતિકે પહેલા જ હત્યાને લઈને યુપી પોલીસના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ હાલ સમગ્ર મામલે યોગી સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે. બંનેની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હુમલા બાદ તરત જ સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. સીએમ યોગીની વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ પણ ખાસ વાંચોઃ Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ? આ પણ ખાસ વાંચોઃ 70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!