બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા
બાબરી વિધ્વંસ મામલામાં કુલ 49 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 17 લોકોના નિધન થઈ ચુક્યા છે બાકી 32 આરોપી હજુ છે. સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિ ડાલમિયા પર કલમ 120 બી એટલે કે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.
નવી દિલ્હીઃ અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના થયેલા બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ કોર્ટ 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપશે. આ મામલામાં ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, વિનય કટિયાર સહિત કુલ 32 આરોપી છે. કોર્ટ નક્કી કરશે કે અયોધ્યામાં વિવિદિત માળખુ ષડયંત્ર હેઠળ પાડવામાં આવ્યું કે કારસેવકોએ ગુસ્સામાં માળખુ તોડી પાડ્યું. જો ભાજપના નેતાઓ પર લાગેલા આરોપ સિદ્ધ થાય તો તેને 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
બાબરી વિધ્વંસ મામલામાં કુલ 49 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 17 લોકોના નિધન થઈ ચુક્યા છે બાકી 32 આરોપી હજુ છે. સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિ ડાલમિયા પર કલમ 120 બી એટલે કે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. આ બધા વિરુદ્ધ આઈપીસીની કલમ 120 બી, 147, 149, 153એ, 153એ અને 505 (1) હેઠળ કેસ ચાલ્યો હતો.
મહંત નૃત્ય ગોપાલ દાસ, મહંત રામ વિલાસ વેદાંતી, બૈકુંઠ લાલ શર્મા ઉર્ફે પ્રેમજી, ચંપત રાય બંસલ, ધર્મદાર અને ડો. સતીષ પ્ધાન પર પણ આઈપીસીની કલમ 147, 149, એ53એ, 153બી, 295એ તથા 505 (1)બીની સાથે કલમ 120 બી હેઠળ આરોપ છે. કલ્યાણ સિંહના રાજ્યપાલ પદેથી હટ્યા બાદ 17 સપ્ટેમ્બર 2019ના તેમના પર પણ ઉપરની કલમ લગાવવામાં આવી હતી. આ રીતે 49માંથી કુલ 32 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ, બાકી 17 આરોપીઓના નિધન થઈ ચુક્યા છે.
Cat Que Virus: આઈસીએમઆરની ચેતવણી- ભારતમાં અંધાધૂંધી મચાવી શકે છે બીજો ચીની વાયરસ
સીબીઆઈની વિશેષ કોર્ટે 1 સપ્ટેમ્બર 2020 સુધી મામલાની સુનાવણી કરી ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું અને હવે 30 સપ્ટેમ્બરે ચુકાદો આવશે. તેવામાં બધાની નજર ટકેલી છે કે સીબીઆઈની વિશેષ કોર્ટ શું ચુકાદો આપે છે. જો કોઈને સજા થઈ તો શું થશે. દિલ્હી હાઈકોર્ટના વકીલ સૈય્યદ ઇમરાન અલી જણાવે છે કે બાબરી વિધ્વંસ મામલામાં સૌથી મોટો મામલો 120 બીનો છે, જે સંપૂર્ણ ઘટનાના ષડયંત્ર માટે લગાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, કોર્ટમાં તે સાબિત થઈ જાય કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના જે થયું, તે એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. તેવામાં જે આરોપીઓ પર 120 બીનો મામલો છે, તેને વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે અને બાકી મામલામાં બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. સીબીઆઈની કોર્ટે આરોપીઓને 3 વર્ષ સુધી સજા આપે છે તો તેને નિચલી કોર્ટ જામીન આપી શકે છે, પરંતુ જો કોઈને પાંચ વર્ષની સજા થઈ તો તેના માટે હાઈકોર્ટ જવું પડશે. તેવામાં બધાની નજર બુધવારે આવનાર ચુકાદા પર છે.
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયારના વકીલ વિમલ શ્રીવાસ્તવ પ્રમાણે બચાવ પક્ષે પોતાની દલીલ રજૂ કરી છે. તે પણ કહ્યું કે, ષડયંત્ર અને સાથે-સાથે ઉડકાઉ ભાષણ બંન્નેનો આરોપ યોગ્ય નથી કારણ કે કાર સેવા કરવા આવેલા લોકો ત્યાં કાર સેવકોને રોકતા જોવા મળ્યા, જે તે સમયે વિવાધિત માળખુ પાડી રહ્યાં હતા. ષડયંત્રના ઘણા પક્ષ રહ્યાં. બચાવ પક્ષ પ્રમાણે આ નેતાઓએ કોઈ ષડયંત્ર રચ્યું નથી અને બધુ સ્વયંભૂ અને અચાનક થયું હતું. હવે ચુકાદાનો સમય છે અને બધુ સીબીઆઈના વિશેષ જજ પર છે કે તે શું નિર્ણય કરે છે. તેના પર બધાની નજર રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube