30 સપ્ટેમ્બરે આવશે બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો, આરોપી ઉમા ભારતી બોલ્યા- 'ફાંસી મંજૂર, પરંતુ જામીન નહીં લઉં'

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી (Uma Bharti)એ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને બાબરી વિધ્વંસ મામલા  (Babri Demolition case)નો ઉલ્લેખ કર્યો છે. 

30 સપ્ટેમ્બરે આવશે બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો, આરોપી ઉમા ભારતી બોલ્યા- 'ફાંસી મંજૂર, પરંતુ જામીન નહીં લઉં'

લખનઉઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી (Uma Bharti)એ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને બાબરી વિધ્વંસ મામલા  (Babri Demolition case)નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરે સીબીઆઈની વિશેષ કોર્ટ (special cbi court)નો ચુકાદો આવી રહ્યો છે અને મારે રજૂ થવાનું છે. કોર્ટનો દરેક નિર્ણય મારા માટે ભગવાનના આશીર્વાદ હશે. મેં હંમેશા કહ્યું છે કે અયોધ્યા માટે તો ફાંસી પણ મંજૂર છે. મને નથી ખબર કે શું ચુકાદો આવવાનો છે, પરંતુ જે પણ હોય હું જામીન લઈશ નહીં. 

28 વર્ષ જૂના બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની ખાસ કોર્ટ 30 સપ્ટેમ્બરે ચુકાદો આપવાની છે. આ મામલામાં ઉમા ભારતી સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત ઘણા આરોપી છે. બીજીતરફ બાબરીના પક્ષકાર ઇકબાલ અંસારીએ ફરી કહ્યુ કે, હવે રામમંદિરનો ચુકાદો આવી ચુક્યો છે તો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા કેસને ખતમ કરી દેવા જોઈએ અને આરોપીઓને છોડી મુકવા પર વિચાર કરવો જોઈએ. બધાની નજર હાલ કોર્ટ પર છે કે 30 સપ્ટેમ્બરે આવનાર ચુકાલામાં તે કોને કેટલી સજા ફટકારે છે અને કોને રાહત આપે છે. 

કોરોના પોઝિટિવ ઉમા ભારતી, હરિદ્વારમાં ક્વોરેન્ટીન
મહત્વનું છે કે ઉમા ભારતીએ રવિવારે ખુદ કોરોના પોઝિટિવ હોવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, મેં મારી પહાડની યાત્રા સમાપ્તિના છેલ્લા દિવસે તંત્રને આગ્રહ કરીને કોરોના ટેસ્ટની ટીમને બોલાવી કારણ કે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડના બધા નિયમો અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું, છતાં કોરોનાથી સંક્રમિત થઈ છું. તેમણે જણાવ્યું કે, હું હાલ હરિદ્વાર-ઋષિકેશની વચ્ચે વન્દે માતરમ્ કુંજમાં ક્વોરેન્ટીન છું. 

અન્ય આરોપી પણ બોલ્યા, કોર્ટનો દરેક ચુકાદો મંજૂર
બાબરી વિધ્વંસ મામલામાં આરોપી બનાવવામાં આવેલ લોકોનું કહેવું છે કે કોર્ટ જે પણ ચુકાદો આપશે તે અમને મંજૂર હશે. તેનું કહેવું છે કે અમે કોઈ ખોટુ કામ કર્યું નથી. અમે રામકાજ કર્યું હતું, જે સફળ થઈ ગયું છે અને અમને તે વાતનો ગર્વ છે. બાબરી વિધ્વંસમાં આરોપી બનાવવામાં આવેલા શિવસેનાના પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી સંતોષ દુબેએ કહ્યુ કે, અમે કોઈ મસ્જિદને પાડી નથી પરંતુ મંદિરના સ્થાન પર બનેલ મહાજિદને પાડી હતી અને અમને તે વાતનો ગર્વ છે. તેમણે કહ્યું કે, કોર્ટ શું ચુકાદો આપશે, અમને તે મંજૂર હશે કારણ કે અમારૂ સપનું સાકાર થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news