અયોધ્યાઃ રામજન્મભૂમિ ન્યાસના સભ્ય અને પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે FIR દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિનો નકશો ફાડવા બાબતે તેઓ FIR દાખલ કરશે. સવારે 10 કલાકે તેઓ અયોધ્યા પોલીસ સ્ટેશનમાં રાજીવ ધવન સામે ફરિયાદ દાખલ કરાવા જવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા કેસની સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં 40મા દિવસે બુધવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વાંધાજનક વ્યવહાર કર્યો હતો. તેમણે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો ચાલુ સુનાવણી દરમિયાન ફાડી નાખી હતી. હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થળે મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાલના એક પુસ્તક 'Ayodhya Revisited'નો સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો હતો. 


Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ કોર્ટ


આ પુસ્તકમાં કેટલાક નકશા પ્રકાશિત કરાયા હતા. હિન્દુ પક્ષના વકીલે આ નકશાને મુખ્ય ન્યાયાધિશ સમક્ષ પુરાવા તરીકે રજુ કર્યા ત્યારે સાથે-સાથે તેની નકલ મુસ્લિમ પક્ષના વકીલને પણ આપી હતી. રાજીવ ધવને તેને રેકોર્ડનો ભાગ ન બતાવીને વિરોધ કર્યો હતો અને એક પછી એક નકશાની નકલ ફાડવાનું શરૂ કર્યું હતું. જેના કારણે કોર્ટમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. 


મુખ્ય ન્યાયાધિશે ધવનના આ વ્યવહાર પર નારાજગીની સ્ટાઈલમાં કહ્યું કે, તમે ઈચ્છો તો બધા જ પાનાં ફાડી શકો છો. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશે વાંધો ઉઠાવતા કહ્યું કે, જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી દેશે અને જે કોઈ પક્ષને પોતાની દલીલ રજુ કરવી હોત તેની પાસેથી લેખિતમાં લેશે. 


Ayodhya Case : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ


40મા દિવસે સુનાવણી પુર્ણ
સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટના રોજ અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી શરૂ કરી હતી અને 16 ઓક્ટોબર, મંગળવારના દિવસ સુધી રોજે-રોજ આખો દિવસ સુનાવણી કરી હતી. બુધવારે બપોરે ચાર કલાકની આસપાસ મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવન પોતાની દલીલો રજુ કરી રહ્યા હતા. એ સમયે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ સુનાવણી પૂર્ણ થવાની જાહેરાત કરી અને સાથે જ કહ્યું કે, અદાલત પોતાનો ચૂકાદો અનામત રાખે છે. 


Ayodhya dispute : ચૂકાદા પૂર્વે સાંસદ સાક્ષી મહારાજનું વિવાદીત નિવેદન, રામ મંદિર નિર્માણની કરી જાહેરાત....


મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, "સુનાવણી પુર્ણ થઈ ચુકી છે અને ચૂકાદાને અનામત રાખવામાં આવ્યો છે." એવી આશા છે કે, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ પોતાની નિવૃત્તિ પહેલા ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટના વર્તુળોનું માનવું છે કે 8 થી 17 નવેમ્બરની વચ્ચે સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. 


શું સુન્ની વકફ બોર્ડે અયોધ્યા કેસ પાછો ખેંચ્યો? શું કહે છે મુસ્લિમ પક્ષના વકીલ જિલાની?


ઉલ્લેખનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. 


અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....