શું સુન્ની વકફ બોર્ડે અયોધ્યા કેસ પાછો ખેંચ્યો? શું કહે છે મુસ્લિમ પક્ષના વકીલ જિલાની?
મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવા સંબંધિત સોગંધનામું પેનલના સભ્ય શ્રીરામ પંચુને મોકલ્યું છે.ત્યાર બાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. આ પ્રકારના સમાચારો વચ્ચે જિલાનીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ સુન્ની વકફ બોર્ડ દ્વારા અયોધ્યા કેસ પાછો ખેંચવા અને વિવાદિત જમીન પર કબ્જો છોડવાનું સોગંધનામું રજુ કરવા સંબંધિત રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટની બહાર મુસ્લિમ પક્ષના વકીલ જફરયાદ જિલાનીને પુછવામાં આવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું કે, કેસ પાછો ખેંચવા સંબંધિત કોઈ પણ અરજી કોર્ટમાં આપવામાં આવશે. અત્યાર સુધી તો આવી કોઈ પણ અરજી આપવામાં આવી નથી.
મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવા સંબંધિત સોગંધનામું પેનલના સભ્ય શ્રીરામ પંચુને મોકલ્યું છે.ત્યાર બાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. આ પ્રકારના સમાચારો વચ્ચે જિલાનીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
40મા દિવસની સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે.
આ કેસમાં પ્રથમ અરજીકર્તા સ્વર્ગીય કોપાલ સિંહ વિશારત દરફથી વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, ઈમારતમાં મૂર્તિ રાખવાનો કેસ અભિરામ દાસ પર દાખળ થયો હતો. તેઓ અહીંના પુજારી હતી. તેઓ નિર્વાણી અખાડાના હતા. સેવાદાર હોવાનો નિર્મોહી અખાડાનો દાવો ખોટો છે.
આજે સુનાવણીનો અંતિમ દિવસ
આ પહેલા આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કોઈ નવા દસ્તાવેજ પર વિચારણા કરાશે નહીં. હિન્દુ મહાસભા તરફથી હસ્તક્ષેપ સંબંધિત અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, દરેક સ્થિતિમાં આજે સાંજે 5 કલાકે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ જશે. હવે બહુ થયું. ચીફ જસ્ટિસે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચા કરવાની મંજુરી આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેમની અરજી આ કેસમાં સામેલ નથી, તેઓ માત્ર સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે જણાવ્યું કે, અમે ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે કોઈ અન્યને સાંભળીશું નહીં.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડ્યો નકશો
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલરાજીવ ધવને અત્યંત વાંધાજનક વ્યવહાર દેખાડ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો તેમણે ફાડી નાખી હતી. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજીવ ધવને તેને રિકોર્ડનો ભાગ નહીં જણાવીને વિરોધ કર્યો હતો. વિકાસ સિંહે ત્યાર પછી એક નકશો રજુ કર્યો અને તેની નકલ રાજીવ ધવનને આપી હતી. દવને તેનો પણ વિરોધ કરતાં પોતાની પાસે રહેલી નકશાની નકલો ફાડવાનું શરૂ કર્યું હતું. મુખ્ય ન્યાયાધિશે ધવનના આ વ્યવહાર પર નારાજગીની સ્ટાઈલમાં કહ્યું કે, તમે ઈચ્છો તો બધા જ પાનાં ફાડી શકો છો. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશે વાંધો ઉઠાવતા કહ્યું કે, જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી દેશે અને જે કોઈ પક્ષને પોતાની દલીલ રજુ કરવી હોત તેની પાસેથી લેખિતમાં લેશે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે