નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)થી કલમ 370 (Article 370) હટ્યા બાદથી આતંકીઓ ધૂંધવાયા છે. તેઓ  આતંકવાદી હુમલા (Terrorist Attack)નું કાવતરું રચી રહ્યાં છે. બીજી બાજુ હવે અયોધ્યાનો ચુકાદો આવવાની પણ તૈયારી છે જેને લઈને પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અયોધ્યા પર ચુકાદો આવતા પહેલા ઉત્તર પ્રદેશમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનના આતંકી જૂથો ઘડી રહ્યાં છે. ઝી ન્યૂઝ પાસે આતંકી ષડયંત્રની એક્સક્લુઝિવ જાણકારી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ સાત આતંકીઓનું એક મોટું જૂથ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનું ઈનપુટ ગુપ્તચર વિભાગને મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'


રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા ગુપ્તચર એજન્સીઓ આ ઈનપુટને ખુબ ગંભીરતાથી લઈ રહી છે. આતંકીઓ અયોધ્યા કે ગોરખપુરમાં છૂપાયેલા હોવાની આશંકા છે. સાત આતંકીઓના આ જૂથમાંથી પાંચની ઓળખ કરી લેવાઈ છે. મોહમ્મદ યાકૂબ, અબુ હમઝા, મોહમ્મદ શાહબાઝ, નિસાર અહેમદ અને મોહમ્મદ કૌમી ચૌધરી નામના આ આતંકીઓ અયોધ્યા અને ગોરખપુરમાં છૂપાયેલા હોવાની જાણકારી મળી છે. 


ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર થયા બાદ પ્રદેશના જિલ્લાઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સાવધાની વર્તવાવાના નિર્દેશ અપાયા છે. જેમાં ખાસ કરીને કાશી, મથુરા, અયોધ્યા અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર્સની સુરક્ષા વધારવાનું કહેવાયું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...