close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જમ્મુ અને કાશ્મીર

J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે. 

Nov 14, 2019, 10:21 PM IST

J&Kમાં સુરક્ષાદળો આકરા પાણીએ, ગાંદરબલમાં અથડામણ, લશ્કરના 2 આતંકીઓનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં આજે સવારે થયેલા આતંકીઓ સાથે અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો થયો હોવાના અહેવાલ છે.

Nov 12, 2019, 08:44 AM IST

J&K: બાંદીપોરામાં અથડામણ, સુરક્ષાદળોએ 2 આતંકીઓનો ખાતમો બોલાવ્યો

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર થયા છે. અથડામણ દરમિયાન હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માર્યા ગયેલા આતંકીઓની ઓળખમાં લાગી છે. 

Nov 11, 2019, 11:21 AM IST

J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા

Nov 4, 2019, 02:22 PM IST

કાશ્મીર અને કલમ 370 મુદ્દે પ્રભાવશાળી US સાંસદે PM મોદીના ભરપેટ વખાણ કર્યાં, જાણો શું કહ્યું?

અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

Nov 1, 2019, 09:48 AM IST

કાશ્મીર મુદ્દે પશ્ચિમી મીડિયાનું વલણ યોગ્ય નથી, PAKમાં ખ્રિસ્તિઓને પરેશાન કરાય છે: EU સાંસદ

જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ કહ્યું કે પશ્ચિમ મીડિયા કાશ્મીર મુદ્દે યોગ્ય વલણ અપનાવી રહ્યું નથી. ઈયુ સાંસદોએ કહ્યું કે પાકિસ્તાન (Pakistan)માં ખ્રિસ્તિઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

Oct 30, 2019, 01:36 PM IST

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

Oct 30, 2019, 09:49 AM IST

યુરોપિયન સાંસદો કાશ્મીર પહોંચ્યા તો વિપક્ષના નેતાઓ ભડક્યા, પ્રિયંકા-માયાવતીએ જાણો શું કહ્યું?

યુરોપિયન યુનિયનના સાંસદો આજે કાશ્મીરની મુલાકાતે છે. વિદેશી પ્રતિનિધિ મંડળની આ કાશ્મીર મુલાકાત પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભડક્યા છે.

Oct 29, 2019, 12:51 PM IST

યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો

યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે કાશ્મીરના પ્રવાસે છે. 

Oct 29, 2019, 09:10 AM IST

યુરોપિયન યુનિયનના સાંસદોની ટીમે PM મોદી સાથે કરી મુલાકાત, કાલે કાશ્મીર જશે

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ મંગળવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. આંતરરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત કરી.

Oct 28, 2019, 02:30 PM IST

'અમે આતંકી કેમ્પો બરબાદ કરી નાખીશું, PAK નહીં માને તો તેને તેના ઘરમાં જ ખતમ કરી દઈશું'

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે આતંકી કેમ્પોને બરબાદ કરી નાખીશું અને જો તેઓ (પાકિસ્તાન) સુધરશે નહીં તો અમે અંદર સુધી જઈશું. આ સાથે જ તેમણે  કહ્યું કે હું રાજ્યના લોકોને કહેવા માંગુ છું કે એક તારીખથી નવું કાશ્મીર હશે જેમાં તેઓ પોતાની ભાગીદારી આપે અને પોતાના રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું યુવા પેઢીને અપીલ કરવા માંગુ છું કે તેઓ પોતાના રાજ્યની પ્રગતિ માટે  કામ કરે. 

Oct 21, 2019, 02:36 PM IST

સેના પ્રમુખ સાથે સતત સંપર્કમાં રાજનાથ, PoKમાં ભારતીય સેનાના ઓપરેશનની વાત PAKએ સ્વીકારી 

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી.

Oct 20, 2019, 03:16 PM IST

J&K: પાકિસ્તાને કૂપવાડામાં સીઝફાયરનો કર્યો ભંગ, ફાયરિંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત

પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

Oct 20, 2019, 09:39 AM IST

J&K: શોપિયામાં સફરજન ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરની હત્યાથી તણાવ, 15 લોકોની અટકાયત

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો.

Oct 15, 2019, 02:09 PM IST

જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટપેડ સર્વિસ બહાલ કરી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સમયગાળા દરમિયાન જો કે જમ્મુ અને લદાખમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ હતો. 

Oct 14, 2019, 01:28 PM IST

આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ

ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને  ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી. 

Oct 14, 2019, 12:01 PM IST

જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના હરી સિંહ રોડ પર આતંકીઓએ આજે ગ્રેનેડ હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આતંકીઓ દ્વારા કરાયેલા આ ગ્રેનેડ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલાત હાલ સ્થિર જણાવવામાં આવી રહી છે. 

Oct 12, 2019, 03:58 PM IST

Breaking: જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર બપોરથી તમામ Postpaid મોબાઈલ સેવાઓ શરૂ થઈ જશે

કાશ્મીર (Kashmir)થી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે.

Oct 12, 2019, 12:50 PM IST

કોંગ્રેસ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે, રાહુલ ગાંધી જવાબ આપે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે ગઈ કાલે એક ફોટો આવ્યો જેમાં કમલ ધાલીવાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઓવરસીઝ અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નીકટ ગણાય છે તેમણે લેબર પાર્ટી સાથે ફોટો પડાવ્યો અને તેમને જણાવ્યું કે કાશ્મીરમાં સ્થિતિ ઠીક નથી. કાશ્મીર આપણો આંતરિક મુદ્દો છે પરંતુ કોંગ્રેસ તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તમે સ્પષ્ટ કરો કે કાશ્મીર મામલે તમારું સ્ટેન્ડ શું છે. 

Oct 11, 2019, 01:11 PM IST

દેશભરની દરગાહોનું એક ડેલિગેશન જશે કાશ્મીર, તેમનો હેતુ જાણીને PAKને લાગશે જબરદસ્ત ઝટકો

આ ડિલિગેશન 12 ઓક્ટોબરના રોજ જશે અને 14 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. ત્યાંના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને યુવાઓને દેશ પ્રત્યે જાગરૂક કરવામાં આવશે.

Oct 11, 2019, 09:16 AM IST