મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'

આ અગાઉ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું તેના પર નજર નાખીએ તો સવાલ ઉઠે છે કે શું શિવસેનાના વિધાયક આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની તૈયારીઓ કરી લેવાઈ છે? આ જ પ્રકારના પોસ્ટરો ગત મહિને મુંબઈમાં 25 ઓક્ટોબરના રોજ વરલીમાં લગાવવામાં આવ્યાં હતાં.

Updated By: Nov 5, 2019, 09:43 AM IST
મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'
તસવીર-ANI

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ પરાકાષ્ઠાએ છે. મુંબઈમાં આજે શિવસેના પ્રમુખના વિધાયક પુત્ર આદિત્ય ઠાકરેને એકવાર ફરીથી રાજ્યના આગામી સીએમ બતાવતા પોસ્ટર જોવા મળી રહ્યાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર તેમના પુત્ર આદિત્ય ઠાકરેના આવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે મારો વિધાયક, મારો મુખ્યમંત્રી. કહેવાય છે કે આ પોસ્ટર શિવસેનાના કોર્પોરેટર હાજી અલીમ ખાને લગાવડાવ્યાં છે. 

CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!

અત્રે જણાવવાનું કે આ અગાઉ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું તેના પર નજર નાખીએ તો સવાલ ઉઠે છે કે શું શિવસેનાના વિધાયક આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની તૈયારીઓ કરી લેવાઈ છે? આ જ પ્રકારના પોસ્ટરો ગત મહિને મુંબઈમાં 25 ઓક્ટોબરના રોજ વરલીમાં લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરો ચૂંટણીના પરિણામો બાદ તરત લગાવાયા હતાં. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે થઈ હતી. જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવ્યું હતું. 

ભાજપ શિવસેના ગઠબંધનને 161 બેઠકો મળી છે. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને 50-50ના ફોર્મ્યુલા પર સત્તાની જંગ છેડાઈ છે. શિવસેના અઢી વર્ષ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે જ્યારે ભાજપ તે માટે તૈયાર નથી. 

શિવસેના ગમે તેટલા ધમપછાડા કરે પણ BJP માને છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે, જાણો કેમ?

સોનિયા, પવાર અને શાહ, ફડણવીસની મુલાકાત, સ્થિતિ સ્પષ્ટ નથી
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ મેળ-મુલાકાતો થવા છતાં રાજ્યની રાજકીય તસવીર સ્પષ્ટ થઈ નથી. જો કે ભાજપને આશા છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં થયેલી બેઠક બાદ આ સંકેત મળ્યા છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ પર સમાધાનના પક્ષમાં નથી. ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા તૈયાર છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ હાલ વેઈટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરશે. ભાજપ અલ્પમતમાં સરકાર બનાવશે નહીં. 50-50ના ફોર્મ્યુલા પર ભાજપ સહમત નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ મંત્રાલય વહેંચવા તૈયાર છે. ભાજપ પાસે અપક્ષો અને નાની પાર્ટીઓના ધારાસભ્યો મળીને 121 ધારાસભ્યો છે. 

જુઓ LIVE TV

ખાસ વાત એ છે કે શિવસેના સાથે ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે દિલ્હીથી મુંબઈ જઈને અનેક દિવસો સુધી કેમ્પ  કરનારા બંને મહાસચિવ સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવ પણ દિલ્હી પાછા આવી ગયા છે. કહેવાય છે કે પાર્ટીની શિવસેના સાથે પદોની લેવડ દેવડને લઈને છેલ્લા સ્તરની વાતચીત થયા બાદ બંને નેતાઓએ હવે દિલ્હીમાં દસ્તક આપી છે. 

ભાજપના એક રાષ્ટ્રીય પદાધિકારીએ જણાવ્યું કે "એકલા દેવેન્દ્ર ફડણવીસનું દિલ્હી જઈને અધ્યક્ષ અમિત શાહને મળવું એ સંકેત આપે છે કે ટોચના નેતૃત્વએ સરકાર બનાવવાની કવાયતનો ફોર્મ્યુલા સમજાવીને બધી જવાબદારી હવે તેમના પર છોડી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસ જ હવે શિવસેના સાથે બધુ નક્કી કરશે અને હાલની પરિસ્થિતિઓને ઉકેલશે. સંકેત મળી રહ્યાં છે કે મંગળવાર સુધીમાં શિવસેના સાથે ગૂંચવાડો દૂર  થઈ શકે છે. આઠ નવેમ્બર સુધીમાં સરકાર બની જાય તેવી આશા છે." 

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીએ એમ પણ કહ્યું કે શિવસેના સરકારમાં સામેલ થવાથી શું મળશે તે બધુ તેમને અધિકૃત સ્તરે જણાવી દેવાયું છે. જો શિવસેનાએ આ બધા વચ્ચે કોઈ પેચ ફસાવ્યો તો ભાજપ કાં તો અલ્પમતની સરકાર બનાવશે અથવા તો રાષ્ટ્રપતિ શાસન લગાવવા સિવાય કોઈ ઉપાય નહીં રહે. 

તેમણે કહ્યું કે "તમને યાદ હશે કે 2014માં ભાજપે 122 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવી હતી. ત્યારબાદ વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ટાંકણે શિવસેના સરકારમાં સામેલ થઈ હતી. અંતર બસ એટલું જ છે કે ત્યારે એનસીપીએ રાજ્યમાં ફરીથી ચૂંટણીની ઝંઝટથી બચવા માટે ભાજપને બહારથી સમર્થન આપ્યું હતું." 

સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યમાં કમોસમી વરસાદનો માર ઝેલી રહેલા ખેડૂતોના પાક નિષ્ફળ જવાથી કેન્દ્ર પાસે સહાયતા માંગવાના બહાને દિલ્હી પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસની ગૃહમંત્રી તથા પાર્ટી અધ્યક્ષ સાથેની મુલાકાતમાં સરકાર બનાવવાના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ ગયેલી છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે 'શિવસેનાની છેલ્લી હા કે ના પર જ ભાજપનું હવે પછીનું પગલું નિર્ભર રહેશે.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...