અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રામ મંદિરનો પાયો 15 ફૂટ ઊંડો હશે. રામ મંદિરના પાયામાં 8 લેયર હશે. 2-2 ફૂટનો એક લેયર હશે. પાયાનું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કોંક્રીટ, મોરંગનો ઉપયોગ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રામ મંદિરમાં લોખંડનો જરાય ઉપયોગ નહીં થાય. ગ્રાઉન્ડ ફ્લોર મળીને રામ મંદિરના 3 માળ હશે. ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને દ્વિતીય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા મોડલ મુજબ રામ મંદિર 10 એકર જમીનમાં બનશે. બાકીની 57 એકર જમીનને રામ મંદિર પરિસર તરીકે વિક્સિત કરવામાં આવશે. રામ મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. 27 નક્ષત્રના વૃક્ષ લગાવવામાં આવશે. નક્ષત્ર વાટિકા બનાવવાનો હેતુ એ છે કે પોત પોતાના જન્મદિવસ પર લોકો પોતાના નક્ષત્રના ઝાડ નીચે બેસીને ધ્યાન ધરી શકે અને રામ મંદિર પરિસરમાં પૂજા અર્ચના કરી શકે. રામ મંદિર પરિસરમાં વાલ્મિકી રામાયણમાં વર્ણિત વૃક્ષો પણ લગાવવામાં આવશે અને તેમના નામ પણ વાલ્મિકી રામાયણના આધારે જ રખાશે. 


શેષાવતાર મંદિરની અસ્થાયી સ્થાપના રામ મંદિરના ભૂમિ પૂજન બાદ કરાશે. રામ મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ રામ મંદિર પરિસરમાં સ્થાયી રીતે શેષાવતાર મંદિર બનશે. રામ મંદિર પરિસરમાં રામકથા કૂંજ પાર્ક પણ બનશે જે ભગવાન રામના જીવન ચરિત્ર પર આધારિત હશે. રામ મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન મળેલા અવશેષોનું સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube