અયોધ્યાઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને લાકડાથી બનેલી દુર્લભ દોઢ ફુટની કોદંડ રામ અને એક ફુટની લવ-કુશની પ્રતિમા ભેટમાં આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવા માટે પ્રતિમા અયોધ્યા શોધ સંસ્થા તરફથી કર્ણાટકમાં બનાવવામાં આવી રહી છે, જે લગભગ પૂરી થઈ ચુકી છે. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિ પૂજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોદંડ રામ અને લવ કુશની પ્રતિમા ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી ભેટ આપવામાં આવશે. 


આ મૂર્તિઓને વિશેષ રૂપથી કર્ણાટકમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિલ્પકાર રામમૂર્તિ તૈયાર કરી રહ્યા છે. તેને બનાવવા માટે કર્ણાટકની વિશેષ ટીકવુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં શ્રીરામના ધનુષને કોદંડના રૂપમાં ઓળખવામાં આવી છે. જ્યારે તેઓ સીતાજીને શોધતા દક્ષિણ ભારત પહોંચ્યા હતા તો તેમના હાથમાં તે સમયે કોદંડ ધનુષ હતું. 


નરેન્દ્ર મોદી અને રામ મંદિર આંદોલન... 29 વર્ષ 11 મહિના બાદ આવી રહી છે તે ઘડી


ભગવાન શ્રીરામે પોતાના પત્ની સીતાજીની રક્ષા માટે કોદંડ ધનુષ ઉઠાવ્યું હતું, તેથી દક્ષિણ ભારતમાં ભગવાન શ્રીરામને સ્ત્રી રક્ષકના રૂપમાં ઓળખવામાં આવે છે અને રામના કોદંડ રૂપની પૂજા કરવામાં આવે છે. 


ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન કરશે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની આગેવાની કરશે. ભૂમિ પૂજન માટે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ કરી ચુકવામાં આવી છે. 200 મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. તેનું લિસ્ટ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પીએમઓને મોકલી દીધું છે. 


રામ મંદિરમાં ભૂમિ પૂજનના દિવસે રામલલા નવરત્નથી શણગારેલા મખમલના વસ્ત્ર પહેરશે. રામલલાના વસ્ત્ર લીલા અને કેરસિયા રંગમાં બની રહ્યાં છે. એક ઓગસ્ટે રામલલાના વસ્ત્રો તૈયાર થઈ જશે. રામલલાની સાથે સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી અને શાલિગ્રામ માટે પણ આસન તૈયાર થઈ રહ્યાં છે. રામમંદિર નિર્મામમાં કોઈ વિઘ્ન ન આવે તો માટે દેશભરની પવિત્ર નદીઓમાંથી જળ અને માટી અયોધ્યામાં લાવવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube