નવી દિલ્હી: યોગ ગુરૂ બાબા રામદેવની પંતજલિએ કોવિડ/કોરોના વાયરસની સારવાર માટે દવા કોરોનિલ બનાવી છે. પરંતુ આયુષ મંત્રાલયે પંતજલિને આયુર્વેદિક દવા કોરોનિલના કોઈપણ પ્રચારને રોકવા માટે આદેશ આપ્યા છે. આયુષ મંત્રાલયે પતંજલિની દવા પર સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું કે, મંત્રાલયને આ વિશે કોઈ જાણકારી નથી. પહેલા તમારા કાગળ અમારી પાસે જમા કરાવો અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની જાહેરાત અથવા દાવો કરવાથી દૂર રહો, જ્યાં સુધી તમામ તપાસ પૂર્ણ ન થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- યોગ ગુરૂ રામદેવે લોન્ચ કરી કોરોલિન ટેબલેટ, પહેલી આયુર્વેદિક દવા બનાવાવાનો દાવો


આયુષ મંત્રાલયે રાજ્ય સરકાર, ઉત્તરાખંડથી પણ આ દવા કોરોનિલને લઇ જરૂરી જાણકારી માગી છે. મંત્રાલયે રાજ્ય લાઇસેંસિંગ ઓથોરિટી દ્વારા લાઇસેંસની નકલ અને પ્રોડક્ટને મંજૂર કરવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ માગ્યા છે. મંત્રાલયે 21 એપ્રિલના જાહેર ગેજેટ નોટિફિકેશનના અહેવાલ આપતા કહ્યું કે, આયુર્વેદિક દવાઓની રિસર્ચને લઇને કાયદા કાનૂન જાહેર કરવામાં આવ્યા હતા તેના અંતર્ગત કોરોના વાયરસ પર રિસર્ચ કરવામાં આવી શકે છે. આષુય મંત્રાલયે પંતજલિ પાસેથી દવાઓના નામ અને તેના કંપોઝીશનની જાણકારી માગી છે. સ્ટડીની વિસ્તૃત જાણકારી અને સેમ્પલ સાઈઝની જાણકારી માગી એટલે કે, કેટલા લોકો પર સ્ટડી કરવામાં આવી તેની જાણકારી માગી અને ઉત્તરાખંડ ડ્રગ ડિપાર્ટમેન્ટથી એપ્રૂવલના કાગળ માગ્યા છે.


આ પણ વાંચો:- લદ્દાખ બોર્ડર પર સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ, ઘાયલ જવાનોની વધારી હિંમત


આયુષ મંત્રાલયે પતંજલિની કોરોના દવા કોરોનિલની નોંધ લેતા આયુષ મંત્રાલયે પતંજલિને આ દવાઓની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં સરકાર / મંત્રાલયને સુપરત કરવા આદેશ આપ્યો છે. આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ દવા બનાવવાની પદ્ધતિ, તેની પાછળનો પ્રભાવ અથવા વૈજ્ઞાનિક અભ્યાસ અથવા કોઈ હકીકત સરકાર પાસે ઉપલબ્ધ નથી. મંત્રાલયે આચાર્ય બાલકૃષ્ણ સંચાલિત યોગગુરુ રામદેવ અને પતંજલિ સંસ્થા પાસેથી આયુર્વેદિક ચિકિત્સા કોરોનિલ વિશે સંપૂર્ણ માહિતી માગી છે.


આ પણ વાંચો:- Exclusive: મૌલાના સાદ ક્યાં છે અને શું કરી રહ્યો છે? અહીં જાણો તમામ સવાલના જવાબ


ઉદાહરણ તરીકે, દવાનું નામ, દવાની રચના, હોસ્પિટલ અથવા પરીક્ષણ કેન્દ્ર જ્યાં દવાનો ટેસ્ટ કરી વિકસાવવામાં આવ્યું હોય, પ્રોટોકોલ, નમૂનાના કદ અથવા કેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, કઈ સમિતિએ દવા પાસ કરી અથવા પ્રમાણપત્ર જારી કર્યું.


આ પણ વાંચો:- 


તમને જાણાવી દઇએ કે, આયુર્વેદિક (Ayurvedic) દવા અથવા એલોપથી, કોઈ પણ દવા હજી પણ કોરોનાની શરતી સારવાર કહી શકાતી નથી, કેમ કે બાબા રામદેવની પતંજલિની દવાને લઇ દાવો કરવામાં આવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા તત્વો છે. ઘણા દર્દીઓ પણ દવા વગર ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.


ભારતમાં પડકાર છે ગંભીર દર્દી, જેમને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના માટે કામ કરી શકે તેવી દવા શોધી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube