નવી દિલ્હીઃ બાબા રામદેવે (Baba ramdev) કોરોના મહામારીની (Crona virus) સફળ સારવારનો દાવો કરતા કોરોનિલ નામની એક દવા કાલે બજારમાં ઉતારી હતી. પરંતુ તેના પર બાબા રામદેવે ચારેબાજુથી હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. આયુષ મંત્રાલયે આ દવા માટે પતંજલિને નોટિસ ફટકારી ત્યારબાદ સોશિયલ મીડિયા પર રામદેવની મજાક ઉડાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આયુષ મંત્રાલયે કહે કહ્યું કે, તેને દવાના ક્લીનિકલ ટ્રાયલ સંબંધી બધા દસ્તાવેજો મળી ગયા છે અને તે સંશોધનના પરિણામની ખાતરી કરવા માટે દસ્તાવેજોનો અભ્યાસ કરશે. આ પત્ર આવતા બાબા રામદેવની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનાર માટે ઘોર નિરાશાના સમાચાર. 


ઉત્તરાખંડ આયુષ મંત્રાલયે કોરોનિલ દવા પર પતંજલિને ફટકારી નોટિસ, માગ્યો જવાબ


મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર તરફથી કોવિડ 19ની સારવાર માટે તૈયાર દવાઓ વિશે તેને મીડિયામાંથી જાણકારી મળી છે. દવા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક દાવાના અભ્યાસ અને વર્ણન માટે મંત્રાલયની પાસે કંઈ જાણકારી નથી. 


શું બોલ્યા હતા આયુષ મંત્રી
તો આ અંગે કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપદ નાયકે કહ્યુ કે, બાબા રામદેવે પોતાની દવાની જાહેરાત મંત્રાલયની મંજૂરી વગર મીડિયામાં ન કરવી જોઈએ. અમે તેની પાસે જવાબ માગ્યો છે અને મામલો ટાસ્ક ફોર્સને મોકલ્યો છે. બાબા રામદેવ પાસે જે જવાબ માગવામાં આવ્યા હતા, તેમણે તે જવાબ આપ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube