Anand News : બાબા સિદ્દીકી હત્યા કેસના તાર ગુજરાત સાથે જોડાયા છે. આ હત્યાકાંડમાં આણંદ કનેકશન સામે આવ્યું છે. પેટલાદના સલમાન વોરા નામના શખ્સની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. સલમાન વોરાએ હત્યારાઓને પૈસા પહોંચાડ્યા હોવાનો આરોપ લાગ્યો છે. સલમાન વોરાએ પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. સલમાન વોરાની અકોલાના બાલાપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પેટલાદમાંથી અન્ય યુવકની પણ ધરપકડ કરાઈ હોવાની ચર્ચા છે. 


  • બાબા સિદ્દીકી હત્યા કેસમાં 25માં આરોપીની ધરપકડ

  • પોલીસે અકોલામાંથી સલમાન વોરાની ધરપકડ કરી હતી

  • સલમાન વોરા મૂળ આણંદના પેટલાદનો રહેવાસી

  • સલમાન વોરાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા 

  • સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં હત્યા કરવામાં આવી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલાથી સલમાન ઈકલાબ વોરાની ધરપકડ કરી છે. આ હત્યાકાંડમાં આ 25 માં આરોપીની ધરપકડ છે. પોલીસ સલમાન વોરાની ધરપકડને આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મહત્વનો પુરાવો માની રહી છે. પોલીસનું કહેવું છે કે, વોરાએ મર્ડરની ઘટનામાં આર્થિક રીતે મદદ કરી હતી. વોરાએ અન્ય આરોપીઓને રૂપિયા મોકલ્યા હતા. એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. 


ગુજરાત બન્યું મિર્ઝાપુર! અહીં ગુંડાઓને કોઈ ડર નથી, આજની આ 3 ઘટનાઓ છે મોટો પુરાવો


 


કાતિલ ઠંડી સાથે ગુજરાત પર આવશે મોટું સંકટ, આજકાલમાં ત્રાટકવાની છે શક્યતા