બાબરી કેસ: જજે માગ્યો 6 મહિનાનો સમય, SCએ કહ્યું- ચુકાદા બાદ જ નિવૃતી
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજ એસકે યાદવે આ કેસની સુનાવણી માટે 6 મહિનાથી વધારે સમય માગ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના છે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, CBI જજ એસકે યાદવ જ્યાં સુધી ચુકાદો આપતા નથી ત્યાં સુધી તેમને નિવૃત કરવામાં આવે નહીં.
નવી દિલ્હી: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજ એસકે યાદવે આ કેસની સુનાવણી માટે 6 મહિનાથી વધારે સમય માગ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના છે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, CBI જજ એસકે યાદવ જ્યાં સુધી ચુકાદો આપતા નથી ત્યાં સુધી તેમને નિવૃત કરવામાં આવે નહીં. CBI જજ એસકે યાદવને સુપ્રીમ કોર્ટને પત્ર લખી આ કેસની સુનાવણી કરવા માટે 6 મહિના કરતા વધારેનો સમય માગ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખુબજ જરૂરી છે કે, CBI જજ એસકે યાદવ આ કેસની સુનાવણી પૂર્ણ કરી ચુકાદો સંભળાવે.
વધુમાં વાંચો:- આસારામને ના મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ફકરો 142ના અંતર્ગત આદેસ જાહેર કરીશું કે તેમને 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત ના કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારથી કહ્યું કે, તેઓ નિયમ જોઇને જણાવે કે કઇ જોગવાઇ અંતર્ગત સેશન જજની નિવૃતિના સમયને વધારી શકાય છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે.
વધુમાં વાંચો:- અલાહાબાદ HCમાં સાક્ષી મિશ્રાના પતિ અજિતેશ સાથે મારપીટ, બરેલી પોલીસ આપશે સુરક્ષા
19 એપ્રિલ 2019 સુધી પૂર્ણ થવાની હતી સુનાવણી
આ પહેલા સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના રોજ કહ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી પર 1992ના રાજકીય દ્રષ્ટિકોણથી સંવેદનશીલ બાબરી મસ્જિદ વિધ્વંસમાં ગુનાહિત ષડયંત્રના ગંભીર આરોપમાં કેસ શરૂ કરે અને દૈનિક સુનાવણી કરી તેની કાર્યવાહી બે વર્ષની અંદર 19 એપ્રિલ 2019 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં વાંચો:- બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ
સુપ્રીમ કોર્ટે રાયબરેલી અને લખનઉની કોર્ટમાં બાકી આ બંને કેસોને ભેગા કરવા અને લખનૌમાં જ તેના પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. અડવાણી, જોશી અને ઊમા ભારતી સહિત 13 આરોપીઓની સામે આ મામલે ગુનાહિત ષડયંત્રના આરોપ હટાવી દીધો હતો. પરંતુ હાજી મહબૂબ અહેમદ અને સીબીઆઇએ ભાજપ નેતાઓ સહિત 21 આરોપીઓની સામે ષડયંત્રના આરોપને હટાવવાના આદેશને પડકાર આપ્યો હતો. આ 21 આરોપીઓમાંથી 8ના મોત થઇ ગયા છે. આ કિસ્સામાં, 8 વ્યક્તિઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ વિધ્વંસની યોજનાના આરોપથી મુક્ત કરવામાં આવેલા 13 લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નહોતી. અડવાણી, જોશી અને ભારતીની સાથે જ કલ્યાણ સિંહ (રાજસ્થાનના રાજ્યપાલ) શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે અને વીએચપી નેતા આચાર્ય ગિરિરાજ કિશોર (બંને સ્વર્ગગત)ની સામે ષડયંત્રનો આરોપ હટાવવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો:- ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2
અન્ય નેતાઓમાં વિનય કટિયાર, વિષ્ણુ હરિ ડાલમિયા, સતીશ પ્રધાન, સી આર બંસલ, અશોક સિંઘલ (સ્વર્ગગત), સાધ્વી ઋતંબરા, મહંત અવૈદ્યનાથ (સ્વર્ગગત), આર વી વેદાંતી, પરમહંસ રામચંદ્ર દાસ (સ્વર્ગગત), જગદીશ મુનિ મહારાજ, બૈકુષ્ઠ લાલ શર્મા પ્રેમ, નૃત્ય ગોપાલ દાસ (સ્વર્ગગત), ધરમ દાસ, શતીશ નાગર અને મોરેશ્વર સાવે (સ્વર્ગગત) સામેલ હતા જેમની સામે ષડયંત્રનો આરોપ દુર કરવામાં આવ્યો હતો. આ અપીલોમાં ભાજપ અને બીજા નેતાઓની સામે આઇપીસી કલમ 120-બી હટાવવાં સંબંધી અલાહબાદ હાઇકોર્ટને 20 મે 2010નો આદેશ સમાપ્ત કરવાની વિનંતી કરી હતી. હાઇકોર્ટે સ્પેશિયલ અદાલતને આદેશ યથાવત રાખવા કહ્યું હતું કે, તપાસ બ્યૂરોએ રાયબેરેલીમાં સુનાવણી દરમિયાન અને પુનરાવર્તન અરજીના સમયે ક્યારે એવું કહ્યું ન હતું કે, આ નેતાઓ સામે ગુનાહિત ષડયંત્રનો આરોપ હતો.
(ઇનપુટ: સુમિત કુમારની સાથે)
જુઓ LIVE TV