ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.

ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2

નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું. 15 જુલાઇના રાત્રે 2:51 વાગે ચંદ્રયાન-2ને દેશનો સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવાનું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિત અનુસાર જે સમયે કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું, તેને જોતો લાગે છે કે, ક્રાર્યોજેનિક એન્જિન અને ચંદ્રયાન-2ને જોડનાર લોન્ચ વ્હિકલમાં તેને લોન્ચ કરવા માટે યોગ્ય દબાણ બનતું નહતું. લોન્ચ રોક્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિક તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે, લોન્ચથી પહેલા આ ટેકનિકલ ખામી ક્યાંથી આવી. ઈસરોના વૈજ્ઞાનિકો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યાં છે કે, ચાર દિવસની અંદર ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવે નહીં તો આ લોન્ચિંગ ત્રણ મહિના માટે ટળી જશે.

ટેકનિકલ ખામી લોન્ચ વ્હિકલમાં હતી, GSLV-MK3 રોકેટ અથવા ચંદ્રયાન-2માં નહોતી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખામી રોકેટ અથવા ચંદ્રયાન-2માં નહોતી. જે ખામી સામે આવી છે તે GSLV-MK3ના ક્રાયોજેનિક એન્જિન અને ચંદ્રયાન-2ને જોડાનારા લોન્ચ વ્હિકલમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોન્ચ વ્હિકલમાં દબાણ લીક થવાની ખામી જોવા મળી છે. એટલા માટે હવે રોકેટને બધા ભગોથી અલગ અલગ કરી તપાસ કરવામાં આવશે. ચંદ્રયાન-2 અત્યારે જે હાલાતમાં છે તે હાલાતમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રોકેટને અલગ કરી તપાસ કરવામાં ઘણો સમય લાગશે.

આવો જાણીએ કે લોન્ચિંગ રોક્યા બાદ કેવા પ્રકારની તપાસ પ્રક્રિયાથી પસાર થશે ઈસરો

1. સૌથી પહેલા રોકેટથી ઈંધણ ખાલી કરવામાં આવશે
ઈસરોના વૈજ્ઞાનિક હવે સૌથી પહેલા GSLV-MK3 રોકેટનું ઈંધણ કાઢવાનો પ્રયત્ન શરૂ કરશે. તેને ડીફ્યૂલિંગ કહે છે. આ પ્રક્રિયા જટીલ અને જોખમી હોય છે. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિક આ પહેલા પણ આવું કરી ચુક્યા છે. એટલા માટે કોઇ મુશ્કેલી ઉભી થશે નહીં. તેમાં બૂસ્ટર્સ, પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ અને ક્રાયોજેનિક એન્જીન પણ સામેલ છે. આ બધાથી વધારે મહત્વપૂર્ણ ક્રાયોજેનિક એન્જિનથી ઈંધણ નિકાળવામાં આવતું લિક્વિડ ઓક્સિજન છે. કેમ કે, તેને માઇનસ 156 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાનું હોય છે. જો કે, રોકેટ ખુલ્લા આકાશની નીચે હોય છે, તાપમાન ઓછું-વધુ થતું રહે છે. એટલા માટે આવા જ્વલનશીલ ઈંધણને જલદી ખાલી કરવામાં આવશે.

2. રોકેટને ચંદ્રયાન-2થી અલગ કરવામાં આવશે
ઈંધણ અલગ કર્યા બાદ સૌથી પહેલા GSLV-MK3 રોકેટનું ચંદ્રયાન-2થી અલગ કરવામાં આવશે. આ પ્રક્રિયાને રોકેટ ડિસ્ટેકિંગ કહેવામાં આવે છે. જેથી સમગ્ર મૂન મિશનની કાયદાથી તપાસ કરવામાં આવી શકે.

3. પછી બનશે એનાલિસિસ કમિટી, જે ટેકનિકલ ખાસી શોધશે
ચંદ્રયાન-2ની ટેકનિકલ ખામીની તપાસ માટે ઈસરોના વિવિધ સેન્ટર્સથી વૈજ્ઞાનિકની એક એનાલિસિસ ટિમ બનાવવામાં આવશે. આ ટીમ સમગ્ર GSLV-MK3 રોકેટ અને લોન્ચ વ્હિકલની તપાસ કરશે. કોમ્પ્યૂટરે જ્યારે લોન્ચની પ્રક્રિયા રોકી, તે સમય પહેલાથી નક્કી સ્વચાલિત લોન્ચ શેડ્યૂલને જોવામાં આવશે. પછી તેમાં ખામીની તપાસ કરવામાં આવશે અને તેને સુધારવામાં આવશે. ત્યારબાદ રોકેટ, લોન્ચ વ્હિકલ અને ચંદ્રયાન-2થી સંબંધિત બધા જરૂરી ટેસ્ટ ફરીથી કરવામાં આવશે.

4. પછી આગામી તારીખે જાહેરાત થશે, રોકેટ અને ચંદ્રયાન-2ની એસેમ્બલિંગ થશે
બધા જરૂરી ટેસ્ટ કર્યા બાદ લોન્ચિંગની આગામી તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, ઈસરોના વૈજ્ઞાનિક GSLV-MK3 રોકટ અને ચંદ્રયાન-2નું ફરીથી એસેમ્બલિંગ કરશે. કોમ્પ્યૂટરમાં ફરીથી બીજીવખત લોન્ચ શેડ્યૂલ બનાવવામાં આવશે. જેથી બીજી વખત લોન્ચ કરતા પહેલા લોન્ચિંગની સંપૂર્ણ જાણકારી સિસ્ટમ કોમ્પ્યૂટરને મળી જશે. 20થી 24 કલાક અથવા તેનાથી વધારેનું કાઉન્ટડાઉન ફરીથી શરૂ કરવામાં આવશે. કાઉન્ટડાઉન શરૂ થયા બાદ કોમ્પ્યૂટર ફરીથી સંપૂર્ણ ઓટોમેટિક લોન્ચ શેડ્યૂલની પ્રક્રિયાની તપાસ કરશે. બધુ યોગ્ય રહ્યું તો લોન્ચ થશે નહીં તો ફરીથી તેને અટકાવવામાં આવશે.

ઓક્ટોબરમાં થઇ શકે છે ચંદ્રયાન-2નું લોન્ચિંગ
GSLV-MK3ને અલગ અલગ કરી તપાસ કરવા અને તેમાં આવેલી ટેકનિકલ ખામીને સુધારવામાં ઘણો સમય લાગશે. જો વૈજ્ઞાનિક સંપૂર્ણ પ્રયાસ કર્યા બાદ પણ ચાર દિવસની અંદર લોન્ચ કરી શકતા નથી તો આગામી કેટલાક સપ્તાહ ચંદ્રયાનનું લોન્ચિંગ સંભવ નથી. આગામી લોન્ટ વિન્ડો ઓક્ટોબરમાં આવશે. લોન્ટ વિન્ડો ખુબજ યોગ્ય સમય છે. જ્યારે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઓછુ હોય છે અને પૃથ્વીના ચારેય તરફ ફરતા ઉપગ્રહથી અથડાવવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

ઓક્ટોબરમાં કેમ કરવામાં આવશે મૂન મિશનનું લોન્ચિંગ
લોન્ચ વિન્ડોનો નિર્ણય ઇસરોના ત્રિવેન્દ્રમ સ્થિત સ્પેસ ફિઝિક્સ લેબ કરશે. આગામી લોન્ચ વિન્ડો 10 ઓક્ટોબરથી 26 ઓક્ટબરની વચ્ચે થઇ શકે છે. કેમ કે, તે દરમિયાન પૃથ્વીથી ચંદ્રનું અંતર સરેરાશ 3.61 લાખ કિમી હોય છે. જો 15 જુલાઇના ચંદ્રયાન-2 લોન્ચિંગ સફળ રહ્યું હતો તો તેનું અંતર 3.84 લાખ કિમીની યાત્રા કરવી પડતી એટલે કે લગભઘ 23 હજાર કિમી વધારે અંતર નક્કી કરવું પડશે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news