આસારામને ના મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુરત રેપ કેસમાં આસારામના જામીન ફગાવી દીધા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટન જલદી ટ્રાયલ પૂર્ણ કરવાનું પણ કહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આસારામ સામે સુરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજુ 10 સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે.

આસારામને ના મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુરત રેપ કેસમાં આસારામના જામીન ફગાવી દીધા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટન જલદી ટ્રાયલ પૂર્ણ કરવાનું પણ કહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આસારામ સામે સુરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજુ 10 સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નિટલી કોર્ટને કહ્યું કે, હાઇકોર્ટની ટિપ્પણીથી પ્રભાવિત થયા વિના કેસનો નિકાલ કરો.

જણાવી દઇએ કે, આસારામ ચાર વર્ષથી વધારે સમયથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં દોષિત જાહેર કર્યો છે. ત્યારબાદ જોધપુરની એક કોર્ટે આસારામના આશ્રમમાં પાંચ વર્ષ પહેલા એક કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેને 25 એપ્રિલના રોજ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

આસારામ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીર પર બળાત્કાર ગુજારવાનો આરોપ હતો. જેમાં તે દોષિત જાહેર થયો હતો. આ સગીર મધ્ય પ્રદેશના છિંદવાડામાં આસારામના આશ્રમમાં અભ્યાસ કરી રહી હતી. પીડિતાનો આરોપ છે કે, આસારામે જોધપુર નજીક મુખ્ય આશ્રમમાં તેને બોલાવી હતી. જ્યાં 15 ઓગસ્ટ 2013ના રોજ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આસારામે આ આરોપોનો ઇન્કાર કર્યો હતો.

આસારામને IPC કલમ 376 અને યૌણ અપરાધ બાળ સંરક્ષણ કાયદો (પોસ્કો) અંતર્ગત દોષિત જાહેર કર્યો હતો. આ યૌન ઉત્પીડનના બે મામલા છે. જેમાં એક કેસ રાજસ્થાનમાં સાલી રહ્યો છે. જ્યારે બીજો કેસ ગુજરાતમાં ચાલી રહ્યો છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news