લખનઉ: 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવશે. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસમાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી છે. આવા હાઈ પ્રોફાઈલ કેસમાં ચુકાદો આવવાનો હોવાથી અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીબીઆઈની કોર્ટે આદેશ બહાર પાડીને તમામ આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. કોર્ટ તરફથી ભાજપ (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા (Ayodhya) માં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલી છે. ડીઆઈજી દીપકકુમારે જણાવ્યું કે સીઆઈડી અને એલઆઈયુની ટીમો સાદા કપડાંમાં તૈનાત કરી દેવાઈ છે. બહારના લોકો અયોધ્યામાં આવીને માહોલ ન બગાડે એથી કરીને ખુબ સતર્કતા રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં ચેકિંગ અભિયાન ચાલુ છે. આ બાજુ લખનઉમાં સીબીઆઈની વિશેષ કોર્ટ બહાર લગભગ 2 હજાર પોલીસકર્મીઓની ડ્યૂટી લગાવવામાં આવી છે. પ્રદેશના 25 સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. 


મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ


આરોપીઓના નામ
લાલકૃષ્ણ અડવાણી
મુરલી મનોહર જોશી
સાધ્વી ઋતંભરા
ઉમા ભારતી
વિષ્ણુ હરિ ડાલમિયા
અશોક સિંઘલ


આ સિવાય અન્ય આ આરોપીઓ સામે આઈપીસીની કલમ 147, 147 153એ, 153બી 295, 295એ, અને 505(1) તથી કલમ 120બી હેઠળ આરોપ છે. 


મહંત નૃત્ય ગોપાલ દાસ
મહંત રામ વિલાસ વેદાંતી
વૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી
ચંપતરાય બંસલ
ધર્મદાસ
ડો.સતીષ પ્રધાન
કલ્યાણ સિંહ


પહેલી FIRમાં શું હતું?
મળતી માહિતી મુજબ આ કેસમાં કારસેવકો વિરુદ્ધ પહેલી એફઆઈઆર થઈ હતી. જેનો નંબર  197/1992 હતો. અત્રે જણાવવાનું કે આ એફઆઈઆરમાં કારસેવકો  પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ ડકૈતી, લૂટફાટ, મારપીટ, ઈજા કરવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક સૌહાર્દ ભડકાવવાના મામલામાં સંડોવાયેલા છે. 


જે ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો હવે ખેડૂતોને અપમાનિત કરે છે: PM મોદી


જેલ જવા માટે તૈયાર પણ જામીન નહીં લઉ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ સ્પષ્ટ કહી દીધુ છે કે જો સજા થઈ તો જેલ જવા તૈયાર છું. જામીન લઈશ નહીં. આ બાજુ સાક્ષી મહારાજે કહ્યું કે વિવાદિત માળખું માથા પર કલંક જેવું હતું. જેલ જવાનું થયું તો હસતા હસતા જઈશ, કાશી મથુરા માટે પણ નવા યોદ્ધા આવશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube