VIDEO: 2 દિવસની માસૂમને કારમાંથી ફેંકી દેનાર ક્રુર માતા પકડાઈ, કારણ જાણી કાળઝાળ થશો
6 જૂનના રોજ અહીં એક મકાનની સીડીઓ પાસે સેન્ટ્રો ગાડી થોભી અને ગાડીની આગળની સીટ પર બેઠેલી મહિલા કાચમાંથી અડધી બહાર નીકળી અને કપડામાં લપેટાયેલી બાળકીને સીડીઓ પર છોડીને કારમાં પાછી બેસીને ફરાર થઈ ગઈ હતી.
નવી દિલ્હી/મુઝફ્ફરનગર: મુઝફ્ફરનગરમાં નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોહલ્લા ખાલાપારની ગુલ્લરવાળી ગલીનો છે. 6 જૂનના રોજ અહીં એક મકાનની સીડીઓ પાસે સેન્ટ્રો ગાડી થોભી અને ગાડીની આગળની સીટ પર બેઠેલી મહિલા કાચમાંથી અડધી બહાર નીકળી અને કપડામાં લપેટાયેલી બાળકીને સીડીઓ પર છોડીને કારમાં પાછી બેસીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં પોલીસે નવજાતને ફેંકનારા ક્રુર માતા-પિતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. હકીકતમાં એક દિવસની આ નવજાત બાળકીના માતાપિતાના છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં અને લગ્નના એક વર્ષ પહેલાથી અફેર ચાલતુ હતું. આ દરમિયાન યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ અને લગ્નના છ મહિનામાં જ બાળકીનો જન્મ થયો. બાળકના માતા પિતાએ લોકલાજના ડરથી નવજાત બાળકીને તરછોડી દીધી. અત્રે જણાવવાનું કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે બાળકીના માતાપિતાને પકડીને જેલમાં મોકલી દીધા.
પોલીસે દંપત્તિની કરી ધરપકડ
મમતાને શર્મસાર કરનારી આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજથી ગાડીનો નંબર જોઈને તેને ટ્રેસ કર્યો. પોલીસે નગર પોલીસસ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી હતી. પોલીસે સરવરની પાનીપતના પોલીસ સ્ટેશન બાપોલીથી અને કૌશરને બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નવી મંડીથી ધરપકડ કર્યાં હતાં.
ફિટકાર છે આ માતાને, 2 દિવસની માસૂમ બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી, જુઓ VIDEO
લગ્ન પહેલા હતાં પ્રેમમાં
દંપત્તિએ પોલીસને જણાવ્યું કે તેમના લગ્ન છ મહિના પહેલા જ થયા છે. લગ્ન પહેલા જ બંને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. આ દરમિયાન કૌશર ગર્ભવતી બની ગઈ.
સરવરે લગ્ન કરવાની ના પાડી
કૌશરે જણાવ્યું કે જ્યારે તેણે સરવરને લગ્ન કરવાનું કહ્યું તો સરવરે ના પાડી દીધા. ત્યારબાદ કૌશરે સરવર વિરુદ્ધ પાનીપતના પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ કરી. કેસ દાખલ થયા બાદ સરવરે કૌશર સાથે લગ્ન કરી લીધા. લગ્નના 6 મહિનામાં જ કૌશરે બાળકીને જન્મ આપ્યો. 6 મહિનામાં બાળકીના જન્મથી લોકો અને સમાજના ડરથી તેઓ ગભરાઈ ગયાં.
શું હતી ઘટના?
આ ઘટના બુધવાર (6 જૂન)ની સવારના 8 વાગ્યાની હતી. મામલો નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોહલ્લા ખાલાપારની ગુલ્લરવાળી ગલીનો હતો. અહીં એક મકાનની સીડીઓ પાસે સેન્ટ્રો ગાડી થોભી અને ગાડીની આગળની સીટ પર બેઠેલી મહિલા કાચમાંથી અડધી બહાર નીકળી અને કપડામાં લપેટાયેલી બાળકીને સીડીઓ પર છોડીને કારમાં પાછી બેસીને ફરાર થઈ ગઈ.
સીસીટીવીમાં કેદ થઈ વારદાત
આ સમગ્ર ઘટના ગલીના એક મકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બાળકીએ જ્યારે જોર જોરથી રડવાનું શરૂ કર્યું તો સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું. બાળકીને ઉઠાવીને પોલીસને જાણ કરી. પોલીસે હાલ બાળકીને જિલ્લા ચિકિત્સાલયમાં દાખલ કરાવી.