લખનઉ : લોકસભા ચૂંટણી 2019ની રાજકીય ગરમી વચ્ચે પ્રયાગરાજ નૈની જેલમાં બંધ બાહુબલી નેતા અતીક અહેમદે વારાણસીથી વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર છે. અહેમદ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વારાણસીની જેલમાંથી જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. બાહુબલી અતીક અહેમદે આજે સ્પેશ્યલ એમપી એમએલએ કોર્ટમાં પોતાના માટે પેરોલની અરજી દાખલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકામાં સ્થિતિ યથાવત, ભારતે યાત્રા ન કરવાની આપી સલાહ, એડવાઇઝરી જાહેર
લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત, દેશના 9 રાજ્યોની 71 સીટો પર થશે મદતાન


પ્રસપાના મહાસચિવ પૂર્વ મંત્રી લલ્લન રાયે જણાવ્યું કે, તેમની ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવશે જેની તૈયારી પુર્ણ  કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે નૈની જેલથી ગુજરાતની કોઇ જેલમાં રાખવા માટે જણાવાયું હતું. સાથે જ લખનઉનાં વેપા મોહિત જયસ્વાલનું અપહરણ  કરી દેવરિયા જેલમાં થયેલી મારામારી મુદ્દે સીબીઆઇને સુપુર્દ કરીને અતીક અહેમદ અંગેનાં કેસની માહિતી માંગી છે.